________________
૧૧ પરિષદ
ર૩. સ્ત્રી, પશુ, પંડગ ઇત્યાદિથી રહિત, સારી કે ખરાબ ઉપાશ્રય મેળવીને, “આ એક રાત્રિના ઉપયોગથી મને શું સુખ દુખ થઈ જવાનું છે?' આ પ્રમાણે બિસુએ ચિંતવી લેવું.
નોંધ : સ્ત્રી, પશુરહિત સ્થાનમાં રહેવાનું કારણ એ છે કે તેવા નિર્જન સ્થાનમાં ભિક્ષુ સમાધિમાં વધુ સ્થિર થાય. ( ચિત્તચલિત ન થાય).
૨૪. કોઈ બીજો મનુષ્ય ભિક્ષુ પર આક્રોશ કરે તો તેની સામે કઠોર વર્તન કે કોપ કરવો નહિ. (કારણ કે તેમ કરવાથી) મૂર્ખ જેવો બને. માટે શાણો ભિક્ષ કોપ ન કરે.
નોંધ : આક્રોશ એટલે કઠોર શબ્દ કે તિરસ્કારનાં વચનો.
૨૫. શ્રવણાદિ ઇંદ્રિયોને કંટકતુલ્ય તેમ જ સંયમનું ધૈર્ય નાશ કરે તેવી ભયંકર કે કઠોર વાણી સાંભળીને પણ ચૂપચાપ (મૌન ધારણ કરી) તેની ઉપેક્ષા કરવી, તે વાણીને મનમાં સ્થાન આપવું નહિ.
૨૬. (કોઈથી) હણાય તો પણ ભિક્ષુ ન કોપ કરે કે મનમાં સામા માટે દ્વષ ન રાખે. પણ તિતિક્ષા (સહનશીલતા)ને ઉત્તમ જાણીને તે જ ધર્મનું આચરે.
૨૭. સંયમી અને દાન્ત (ઇંદ્રિયોનું દમન કરનાર) એવા શ્રમણને કોઈ સ્થળે કોઈ પણ મારે કે વધ કરે તો જીવનો નાશ થવાનો નથી” આમ એ સંયતિ (સંયમી) ચિંતવે.
નોંધ : પોતા પર આવેલા મૃત્યુસંકટને પણ મનમાં લાવ્યા વિના સહન કરવું તે ક્ષમાધર્મ કહેવાય છે. ક્ષમાવાન, કોઈ જાતની પ્રતિક્રિયા ન કરે તેમ પોતાના મનમાં દુઃખ પણ ન લાવે.
૨૮. અરે ! ઘર ત્યાગી જનાર ભિક્ષુનું જીવવું હંમેશાં દુષ્કર હોય છે.' કારણ કે તે બધું માગીને જ મેળવી શકે છે. તેને અયાચિત કશું હોતું નથી.
૨૯. ભિક્ષાર્થે ગૃહસ્થને ઘેર જતાં ભિક્ષુને પોતાનો હાથ લાંબો કરવો તે સહેલો નથી (યાચના કરવી તે દુષ્કર છે) માટે ગૃહસ્થવાસ એ જ ઉત્તમ છે, એમ ભિક્ષુ ચિંતવે નહિ.
નોંધ : સાચા ભિક્ષને માગવું ઘણીવાર દુઃખદ થાય છે છતાં માગવું એ તેમના માટે ધર્મ છે. આથી જ તેમને પરિષદમાં સ્થાન છે.
૩૦. ગૃહસ્થોને ત્યાં ભિન્ન ભિન્ન સ્થળે) ભોજન તૈયાર થાય તે વખતે ભિક્ષાચારી માટે જવું. ત્યાં ભિક્ષા મળે કે ન મળે તોપણ બુદ્ધિમાન ભિક્ષુ અનુતાપ (ખેદ) ન કરે.