________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫. વૈરાગી, આત્મરક્ષણમાં ક્રોધાદિકષાયથી શાંત અને આરંભ કાર્યથી વિરમેલો મુનિ ધર્મરૂપી બગીચામાં વિચરે. નોંધ : સંયમમાં જ મનને સ્થાપવું.
૧૬. આ લોકમાં સ્રીઓ, મનુષ્યો (પુરુષો)ને આસક્તિના મહાન નિમિત્તરૂપ છે. જે ત્યાગીએ આટલું જાણ્યું તેનું સાધુપણું સફળ થયું સમજવું.
નોંધ : સ્ત્રીઓના સંગથી વિષય જન્મે છે. વિષયથી કામ, ક્રોધ, સંમોહ અને ક્રમથી પતન થાય છે. મુમુક્ષુઓએ તે વાતને ખૂબ વિચારી સ્ત્રીસંગને તજી દેવો. પુરુષોના સંબંધમાં સ્ત્રીઓએ પણ તેમ જ સમજવું.
૧૭. આ પ્રમાણે વિચારીને શાણા સાધકે સ્ત્રીઓનો સંસર્ગ કાદવ જેવો મલિન માનીને તેનાથી ફસાવું નહિ. આત્મવિકાસનો માર્ગ શોધી સંયમમાં જ ગમન કરવું.
૧૮. સંયમી સાધુ પરિષહોથી પીડિત થવા છતાં ગામમાં, નગરમાં, ણિકની વસ્તીવાળા પ્રદેશમાં કે રાજધાનીમાં પણ એકાકી (પરિષહોને) સહન કરતો વિચરે.
૧૦
નોંધ : દુ:ખમાં બીજાને ભાગીદાર ન કરે. અને પોતાના મનને વશ કરીને વિહરે.
૧૯. કોઈની હોડ (વાદ) ન કરતાં ભિક્ષુએ એકાકી (રાગદ્વેષ રહિત થઈ) વિચરવું. કોઈ સ્થળે મમતા ન કરવી. ગૃહસ્થોમાં અનાસક્ત રહીને કોઈ ખાસ સ્થાનની મર્યાદા રાખ્યા સિવાય વિહાર કરવો.
નોંધ : આખી પૃથ્વીને પોતાનું કુટુંબ માની સંયમીએ મમત્વભાવ રાખ્યા વિના સર્વ સ્થળે વિચરવું.
૨૦. સ્મશાન, શૂન્ય ઘર કે વૃક્ષના મૂળમાં એકાકી શાંત ચિત્ત રાખી (સ્થિર આસને) બેસવું. જરા પણ બીજાને ત્રાસ ન આપવો.
૨૧. ત્યાં બેસતાં તેને ઉપસર્ગો (કોઈએ ઈરાદાપૂર્વક આપેલાં કષ્ટો) આવે તો તેને દઢ મનથી સહન કરવાં. પણ શંતિ કે ભયભીત (બીણ) થઈ ઊઠીને બીજી જગ્યાએ ન જવું.
નોંધ : એકાંતમાં ક્યાં અને કેવી રીતે મુનિ બેસે તેનું આ વિધાન છે. ૨૨. સામર્થ્યવાળા તપસ્વી ભિક્ષુએ અનુકૂળ કે પ્રતિકૂળ ઉપાશ્રય (રહેવા માટે મળેલું સ્થાન) મળ્યે કાલાતિક્રમ કરવો નહિ. કારણ કે ‘આ સારું છે. આ ખરાબ છે.' એવી પાપષ્ટિ રાખનાર સાધુ આચારથી પતિત થાય છે.