________________
te
પરિષહ
૬. ગામેગામ વિચરતા અને હિંસાદિ વ્યાપારથી વિરમેલા, રૂક્ષ (સૂકું) અંગવાળા ભિક્ષુને કદાચિત ટાઢ વાય તો જૈનશાસનના નિયમોને યાદ કરીને કાલાતિક્રમ ન કરે.
નોંધ : ટાઢથી બચવાના ઉપાય માટે ચિંતનને વખતે (તે કાર્યને વખતે) નિદ્રાધીન ન થવું કે નિયમોથી વિરુદ્ધ બીજા ઉપચારો પણ ન કરવા.
૭. ટાઢનું નિવારણ થાય તેવું મારું છાપરું નથી કે મારી પાસે ટાઢથી ચામડીનું રક્ષણ થાય તેવું વસ્ત્ર (કામળો) પણ નથી માટે હું અગ્નિને સેવું, આવું તો ભિક્ષુ ચિંતવે પણ નહિ.
૮. ગ્રીષ્મ ઋતુના પરિતાપથી કે બીજી ઋતુના સૂર્યના ઉષ્ણ તાપથી કે સર્વાંગ ધામથી અકળાયેલો ભિક્ષુ સુખની પરિદેવના (હાય આ તાપ ક્યારે શાંત થાય !) ન કરે.
૯. ગરમીથી તપી ગયેલો તત્ત્વજ્ઞ મુનિ તે વખતે સ્નાનની પ્રાર્થના ન કરે કે ગાત્રને જળથી ન સિંચે કે તે પરિષહને નિવારવા પોતાને પંખાદિથી ન વીંઝે. નોંધ : કષ્ટનો પ્રતિકાર કરવાથી મનમાં નિર્બળતા પેસે છે. સાધકે સદાય જાગૃતિ રાખવી.
૧૦. વર્ષાઋતુમાં ડાંસ મચ્છરથી પીડાતો મહામુનિ સમભાવ રાખે અને યુદ્ધને મોખરે રહેલા હાથીની પેઠે શૂરવીર થઈ શત્રુને (ક્રોધને) હશે.
૧૧. ધ્યાન સમયે લોહી અને માંસ ખાતાં તે ક્ષુદ્ર જંતુઓને ન હણે, ન વારે કે ન ત્રાસ આપે. એટલું જ નહિ પણ પોતાનું મન પણ દૂષિત ન કરે, અર્થાત્ તેની ઉપેક્ષા કરે.
નોંધ : ચિત્તસમાધિ થાય તો શરીરને લગતો ખ્યાલ પણ ન રહે.
૧૨. અતિ જીર્ણ વસ્ર થવાથી ‘હવે હું વસ્ત્ર વગરનો થઈશ' અથવા ‘આ જૂનાં વસ્ત્ર જોઈ મને કોઈ વસ્ત્ર આપે તેથી હું વસ્ત્ર સહિત થઈશ'-એવી રીતે ભિક્ષુ કદી પણ ચિંતવે નહિ.
૧૩. કોઈ અવસ્થામાં વસ્ત્ર વિનાનો કે જીર્ણ વસ્ત્રવાળો અથવા સુવસ્રવાળો હોય તો તે બંને દશા સંયમ ધર્મને માટે હિતકારી છે, એમ જાણીને જ્ઞાની મુનિ ખેદ ન કરે.
નોંધ : કોઈ અવસ્થા એટલે જિનકલ્પી અવસ્થા.
૧૪. ગામેગામ વિચરતા, નિયતસ્થાન રહિત તથા પરિગ્રહથી મુક્ત એવા મુનિને સંયમ પર અણગમો ઊપજે તો તેને સહન કરે. (મન પર કંટાળો આવવા દે નહિ.)