________________
પરિષહ
અધ્યયન : બીજું
પરિષદ
વિનય પછી બીજું અધ્યયન પરિષદનું આવે છે. પરિષહ એટલે અનેક પ્રકારથી સહેવું તેનું નામ પરિષહ છે. એ અનેક પ્રકારોમાંના અહીં બાવીસનું વર્ણન છે. તપશ્ચર્યા અને પરિષદોનો ફેર એ છે કે ઉપવાસાદિ તપશ્ચર્યામાં વેઠવાં પડતાં ભૂખ, દુઃખ, ટાઢ કે તાપ વગેરે સ્વેચ્છાએ હોય છે. જ્યારે ખાવાની ઇચ્છા હોવા છતાં કે ભાણામાં હોવા છતાં કોઈ આકસ્મિક કારણથી ન મળે કે ન ખવાય છતાં પ્રતિક્રિયા કર્યા સિવાય સમભાવે તે કષ્ટનું વેદના કરી લેવું તેને પરિષહ કહેવાય છે. આ પ્રકરણમાં સંયમીને ઉદ્દેશીને વર્ણન છે. છતાં ગૃહસ્થ સાધકને પણ આવા અનેક પ્રસંગોમાંથી પસાર થવાનું હોય છે જ. સહનશીલતા વિના સંયમ નથી, સંયમ વિના ત્યાગ નથી, ત્યાગ વિના વિકાસ નથી અને વિકાસ એ જ મનુષ્ય જીવનનું ફળ છે.
સુધર્મસ્વામી પોતાના સુશિષ્ય જંબૂસ્વામીને ઉદ્દેશીને બોલ્યા :
મેં સાંભળ્યું છે' આયુષ્યમાન ભગવાન સુધર્મસ્વામીએ આ પ્રમાણે કહ્યુંઃ (અહીં ખરેખર બાવીસ પરિષહો શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે વર્ણવ્યા છે). સાધક ભિક્ષ, તે સાંભળીને, જાણીને, જીતીને, તેનો પરાભવ કરીને ભિક્ષાચરીમાં ગમન કરતાં પરિષહોથી સપડાય તો ન હણાય ! (કાયર ન બને).
શિષ્ય પૂછે છે : ભગવનતે બાવીસ પરિષહો કયા? શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે વર્ણવ્યા છે. જેને સાંભળીને, જાણીને, જીતીને, તેનો પરાભવ કરીને ભિક્ષુ ભિક્ષાચરીમાં ગમન કરતાં પરિષહોથી પકડાતાં કાયર ન બને? આચાર્ય કહે છે : શિષ્ય ! તે આ જ, ખરેખર બાવીસ પરિષહો શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે વર્ણવ્યા છે, કે જેને ભિક્ષુ સાંભળીને, જાણીને, જીતીને, પરાભવ કરીને ભિક્ષાચરીમાં જતાં પરિષહોથી સપડાય તો કાયર ન બને.
તે આ પ્રમાણે છે : (૧) સુધાનો પરિષહ, (૨) પિપાસા (તૃષ્ણા)નો પરિષહ, (૩) ટાઢનો પરિષહ, (૪) તાપનો પરિષહ, (૫) ડાંસ મચ્છરનો