________________
૬
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : વાણી કરતાં વર્તનનાં મૂલ્ય અધિક છે.
૪૪. વિનીત સાધક નહિ પ્રેરવા છતાં શીધ્ર પ્રેરિત થાય છે. એવું કહ્યું તેવું કર્યું જ છે.' એ પ્રમાણે કર્તવ્યો હમેશાં કર્યા કરે છે.
૪૫. એ પ્રમાણે (ઉપરનું) જાણીને જે બુદ્ધિમાન શિષ્ય નમે છે (તે પ્રમાણે વર્તે છે, તેનો લોકમાં યશ ફેલાય છે, અને જેમ પ્રાણીઓનો આધાર પૃથ્વી છે તેમ તે આચાર્યોના આધારભૂત થઈ રહે છે.
જ્ઞાની શું આપે છે તે બતાવે છે : ૪૬. સાચા જ્ઞાની અને શાસ્ત્રજ્ઞ પૂજયો શિષ્ય પર જ્યારે પ્રસન્ન થાય છે, ત્યારે શાસ્ત્રનાં ગંભીર રહસ્યો સમજાવે છે.
૪૭. અને શાસ્ત્રજ્ઞ શિષ્ય નિઃસંદેહ થઈને કર્મસંપત્તિમાં મનની રુચિ લગાડી સ્થિતપ્રજ્ઞ થાય છે અને તપ, આચાર અને સમાધિને ક્રમથી પ્રાપ્ત કરીને તથા દિવ્યજયોતિ ધારીને, પાંચ વ્રતો પાળીને -
૪૮. દેવ, ગાંધર્વ તથા મનુષ્યોથી પૂજાયેલો તે મુમુક્ષુ મુનિ મલિન દેહને છોડીને તે જ જન્મમાં સિદ્ધ થાય છે. અથવા મહાન ઋદ્વિધારી દેવ બને છે.
નોંધ : આ ત્રણ શ્લોકમાં સાધકની શ્રેણી બતાવી તેનું ફળ દર્શાવ્યું છે. વિનય એટલે વિશિષ્ટ નીતિ. નીતિ એ ધર્મનો પાયો છે. ગુરુજનના વિનયથી સત્સંગ થાય છે, રહસ્ય સમજાય છે અને રહસ્ય જાણ્યા પછી વિકાસપંથે જવાય છે, અને એ વિકાસથી દેવગતિ કે મોક્ષગતિ પમાય છે.
એ પ્રમાણે કહું છું. આમ વિનયકૃત નામનું પ્રથમ અધ્યયન સમાપ્ત થયું.