________________
વિનયકૃત
નોંધ : બીજાને માટે એટલે સાધુ નિમિત્તે નહિ કરેલી ભિક્ષા. કેવા સ્થાને ત્યાગીએ આહાર કરવો ને કેમ કરવો તે બતાવે છે :
૩૫. જ્યાં બહુ જંતુઓ ન હોય, બીજ ન વેરાયાં હોય અને ઢાંકેલું સ્થાન હોય ત્યાં સંયમી પુરુષે વિવેકથી કંઈ નીચે ન વેરાય તેવી રીતે સમભાવથી ખાવું જોઈએ.
૩૬. બહુ સરસ કર્યું છે, બહુ સુંદર રીતે પકાવ્યું છે, બહુ સારી રીતે છેવું છે, બહુ સારી રીતે સમાયું (સંસ્કાર કર્યા) છે, બહુ રસિક બનાવ્યું મને કેવું સુંદર મળ્યું છે, એવી દૂષિત મનોદશા મુનિએ છોડી દેવી.
' ગુરુજન અને શિષ્યજનની કર્તવ્યભાવના સ્પષ્ટ કરે છે : - ૩૭, સુંદર ઘોડાને ચલાવતાં સારથિ જેમ આનંદ પામે છે, તેમ શાણા સાધકોને શિખામણ આપતાં ગુરુ આનંદ પામે છે. અને ગળિયા ઘોડાને ચલાવતાં સારથિ જેમ થાકી જાય છે, તેમ મૂર્ખને શિખામણ આપતાં ગુરુ પન્ન થાકી જાય છે. છે : ૨૮. કલ્યાણકારી શિક્ષાને પામ્યા છતાં મને આ ચપેટા, ચાબખા, આક્રોશ કે વધ રૂપ છે તેમ પાપદૃષ્ટિવાળો (શિષ્ય) પુરુષ માને છે.
૩૯. સાધુ પુરુષ મને પુત્ર, ભાઈ કે સ્વજન (જાણી ગુરુ એમ કહે છે) એ પ્રમાણે માની શિક્ષાને કલ્યાણકર માને છે. અને પાપ દષ્ટિ તેવી દશામાં પોતાની જાતને દાસરૂપ માની દુઃખી થાય છે.
નોંધ : એક જ શિક્ષાનાં દૃષ્ટિભેદથી બે સ્વરૂપ થાય છે.
૪૦. આચાર્યને પણ કોપ ન કરાવવો અને આત્માને પણ કોપિત ન કરવો. જ્ઞાનીપુરુષોનો ઉપઘાત (હાનિ) ન કરવો. અને કોઈનાં છિદ્રો પણ ન જોવાં.
૪૧. કદાચ આચાર્ય કારણવશાત કોપાયમાન થાય તો પ્રેમ વડે તેમને પ્રસન્ન કરવા. હાથ જોડી તેમને વિનવવા અને કહેવું કે ફરીથી આ પ્રમાણે નહિ કરું.
૪૨. જ્ઞાની પુરુષોએ જે ધાર્મિક વ્યવહારને આચર્યો છે તે આચરવો. ધાર્મિક વ્યવહારને આચરતો મનુષ્ય નિંદાને પામતો નથી.
નોંધ : અહીં વ્યવહારનું વિધાન કરી ભગવાન મહાવીરે આધ્યાત્મિકતા પણ વ્યવહારશૂન્ય શુષ્ક દશા નથી તેમ સમજાવ્યું છે.
૪૩. આચાર્યના મનમાં રહેલું કે વાણીથી બોલાયેલું જાણીને કે સાંભળીને તેનો વાણીથી સ્વીકાર કરી કર્મથી આચરી લેવું જોઈએ.