________________
ઉત્તરાધ્યયન સૂત્ર નોધ : બ્રહ્મચર્ય એ તો મુમુક્ષુનું જીવનવ્રત છે. એટલે તેનો વ્યવહાર કેવો હોય તે અહીં બતાવ્યું છે.
૨૭. “મહાપુરુષો મને ઠંડા ઠપકાથી કે કઠોર વાણીથી જે શિક્ષા કરે છે, તે તમારું સદ્ભાગ્ય છે) મને બહુ લાભદાયક છે.' એમ માનીને વિવેકપૂર્વક તેનું પાલન કરવું.
૨૮. શિખામણ કઠોર અને કઠિન હોવા છતાં દુષ્કતને દૂર કરનાર છે, તેથી શાણા સાધક તેને હિતકારી માને છે. પણ અસાધુ જનને તે દ્વેષ કરાવનાર નીવડે છે.
૨૯. નિર્ભય અને ડાહ્યા પુરુષો કઠોર શિક્ષાને પણ ઉત્તમ ગણે છે. જયારે ક્ષમા અને શુદ્ધિ કરનારું હિતવાક્ય પણ મૂઢપુરુષોને દ્વેષનું નિમિત્ત બની જાય છે.
૩૦. ગુરુથી ઊંચું ન હોય તેવું કે કચકચાટ ન થાય તેવા સ્થિર આસન પર બેસવું. ખાસ કારણ સિવાય ત્યાંથી ન ઊતાં ચંચલતાને છોડી બેસી રહેવું. - ૩૧. ભિક્ષુએ સમય થયે સ્થાનથી બહાર આહાર નિહારાદિ ક્રિયા માટે જવું. અને કાળ થયે પાછા ફરવું, અકાળને છોડીને કાળધર્મને અનુકૂળ થઈ સર્વ કાર્યો કરવાં.
નોંધ : ખાસ કારણ સિવાય આશ્રમ છોડવો નહિ અને વખતોવખત કાળને તપાસી અનુકૂળતાએ કામ કરવું.
ભિક્ષાર્થે જનાર ભિક્ષના ધર્મ સમજાવે છે : ૩૨. ભિક્ષુએ ઘણા મનુષ્યો જમતા હોય તેવી પંગતમાં ન જવું. પ્રેમપૂર્વક આપેલી ભિક્ષા જ લેવી. આવી કઠિનાઈથી મેળવાતું અન્ન પણ સમય થયે અને તે પણ પરિમિત જ ગ્રહણ કરવું.
૩૩. ઘરથી (ભોજનાલયથી) અતિ દૂર નહિ, તેમ અતિ પાસે નહિ કે બીજા શ્રમણો દેખે તેમ પણ નહિ, એવી રીતે ભિક્ષા માટે ઊભા રહેવું. બીજા કોઈને ઓળંગીને આગળ વધવું નહિ.
નોંધ : બીજા ભિક્ષુ પુરુષો દેખે તો તેનું દિલ દુભાય કે દાતાના હૃદયમાં ફેર પડે માટે તેમ નહિ કરવું એમ કહ્યું છે.
૩૪. (દાતારથી) ઊંચે મેડા ઉપર ઊભા રહીને કે નીચે રહીને અથવા અતિ દૂર કે અતિ પાસે ભિક્ષા નહિ લેતાં પરને અર્થે કરાયેલો નિર્દોષ આહાર જ સંયમીએ ગ્રહણ કરવો.