________________
૨૨૬
૩૨. પ્રમાદસ્થાન
૨૧ ૨ પ્રમાદનાં સ્થાનોનું ચિકિત્સાપૂર્ણ વર્ણન-વ્યાપી રહેલા દુઃખની મુક્તિના ઉપાય-તૃષ્ણા, મોહ અને લોભનો જન્મ શાથી-રાગ અને દ્વેષનું મૂળ શું ?ઇંદ્રિયો તથા મનના અસંયમનું પરિણામ – મુમુક્ષુને બતાવેલી કાર્યદિશા.
૩૩. કર્મ પ્રકૃતિ
જન્મમરણના દુઃખનું મૂળ – આઠે કર્મોનાં નામ, ભેદ, સ્થિતિ અને પરિણામનું સંક્ષિપ્ત છતાં ચિંતનીય વર્ણન. ૩૪. વેશ્યા
૨૩૦ સૂક્ષ્મ શરીરના ભાવો અથવા શુભાશુભ કર્મોનું પરિણામ – છ લેશ્યાઓનાં નામ, રંગ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ, આયુષ્ય વગેરે સમસ્ત પ્રકારોનું વિસ્તૃત વર્ણન – ક્યા દોષો અને કયા ગુણોથી અસુંદર અને સુંદર ભાવોનું થવાપણું – સ્થૂળ ક્રિયા સાથે સૂક્ષ્મ મનનો સંબંધ-કલુષિત કે અપ્રસન્ન મનની આત્મા પર થતી સારીમાઠી અસર – મૃત્યુ પહેલાં જીવન કાર્યના ફળનો દેખાવ. ૩૫. અણગારાધ્યયન
૨૩૭ ગૃહસંસારના મોહ-સંયમીની જવાબદારી – ત્યાગની સાવધાનતા – પ્રલોભન અને દોષના નિમિત્તમાં સમાનતા કોણ જાળવી શકે ? – નિરાસક્તિની વાસ્તવિકતા-શરીરમમત્વનો ત્યાગ. ૩૬. જીવાજીવ વિભક્તિ
૨૪૦ સંપૂર્ણ લોકના પદાર્થોનું વિસ્તૃત વર્ણન – મુક્તિની યોગ્યતા-સંસારનો ઈતિહાસ-શુદ્ધ ચૈતન્યની સ્થિતિ – ઈશ્વર સંસારમાં આવે છે ? – સંસારી જીવોનું પૃથક્ પૃથક ગતિઓમાં આપેલું વર્ણન-એકેન્દ્રિય, બેઇંદ્રિય, ત્રીઇંદ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના ભેદપ્રભેદોનું વર્ણન – જડ પદાર્થોનું વર્ણન – ભિન્ન ભિન્ન આયુષ્યસ્થિતિ – જીવાત્મા પર કર્મની થતી અસર – અફળ અને સફળ મૃત્યુ સાધવાની કલુષિત તેમજ સુંદર ભાવનાનું વર્ણન, આ બધું કહી ભગવાન મહાવીરની થયેલી મુક્ત દશા ઇત્યાદિ.
૩૨