________________
વેદનું રહસ્ય
સાચો યજ્ઞ-જાતિવાદનાં ખંડન – કર્મવાદનું મંડન – શ્રમણ, મુનિ અને તાપસ કોને કહેવાય ?-સંસારની ચિકિત્સા-સાચા ઉપદેશની અસ૨. ૨૬. સમાચારી
૧૭૨
સાધક ભિક્ષુની દિનચર્યા – તેના દશ પ્રકારોનું વર્ણન-ઝીણવટથી આખા દિવસનો વર્ણવેલો સુંદર કાર્યક્રમ – સમયને ઓળખી કાર્ય કરવાની શિખામણ – એક સામાન્ય ક્રિયામાં પણ સાધકોને જાળવવાની સાવધાનતા દિવસ તથા રાત્રિનો વખત ઘડિયાળ વિના જાણવાની પદ્ધતિ.
૨૭. ખલુંકીય
૧૮૦
-
ગણધર ગાર્ગ્યુનું સાધક જીવન – ગળિયા બળદ જેવા શિષ્યોની જીવનસમીક્ષા – સ્વચ્છંદતાનું પરિણામ – શિષ્યોની આવશ્યકતા ક્યાં સુધી ? – આખરે ગણધર ગાગ્યે સ્વીકારેલો આત્મોન્નતિનો સાચો માર્ગ – તેમાં પ્રગટ થતી નિરાસક્તિ.
૨૮. મોક્ષમાર્ગ ગતિ
Vedr
૧૮૩
મોક્ષમાર્ગનાં સાધનોનું સ્પષ્ટ વર્ણન – જગતનાં બધાં તત્ત્વોનાં તાત્ત્વિક લક્ષણો – આત્મવિકાસનો માર્ગ સરળતાથી શી રીતે મળે ? તેનું વર્ણન. ૨૯. સમ્યક્ત્વ પરાક્રમ
૧૮૮
જિજ્ઞાસાની સામાન્ય ભૂમિકાથી માંડીને અંતિમ સાધ્ય (મોક્ષ) પામવા સુધીની બધી ભૂમિકાઓનું બહુ સરસ અને સચોટ વર્ણન – ઉત્તમ પ્રકારના તોતેર ગુણોનું અને તેના ફળનો નિર્દેશ.
૩૦. તપોમાર્ગ
૨૦૩
કર્મરૂપી કાષ્ઠને બાળવાની અગ્નિ કઈ ? – તપશ્ચર્યાનું વૈદિક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક એમ ત્રણે દૃષ્ટિએ થયેલું નિરીક્ષણ – તપશ્ચર્યાના ભિન્નભિન્ન પ્રકારના પ્રયોગોનું વર્ણન અને તે દ્વારા થતી શારીરિક અને માનસિક અસર. ૩૧. ચરણવિધિ
૨૦૯
સદ્બોધની શાળા તરીકે બતાવેલો સંસાર વસ્તુ માત્રમાં કેટલીક જાણવા લાયક, કેટલીક ત્યાગવા લાયક અને કેટલીક ગ્રહણ કરવા લાયક હોય છે - અહીં એકથી માંડીને ક્રમથી તેત્રીસ પ્રકારની વર્ણવેલી વસ્તુઓ – ઉપયોગ એ જ ધર્મ.
३१
-