________________
જીવાજીવવિભક્તિ
૨૬૩ સહિત આયંબિલ તપ કહેવાય) અને વચ્ચે વચ્ચે માસખમણ કે અર્ધમાલખમણ જેવી મોટી નાની તપશ્ચર્યા કરી આ રીતે બાર વર્ષ પૂરાં કરે.
નોંધ : આવી તપશ્ચર્યા કરતી વખતે વચ્ચે કે તપશ્ચર્યા પછી મરણનો અવસર આવે ત્યારે મરણપર્યંતનું અણસણ કરવાનું હોય છે. જે વિગત આગળ આપી છે. તે વખતે સુંદર ભાવના હોવી જોઈએ.
૨૫૪. ૧. કાંદર્પ, ૨. આત્મિયોગી, ૩. કિલ્બિષિકી, ૪. આસુરી વગેરે અશુભ ભાવનાઓ મરણ વખતે આવી જીવને ખૂબ કષ્ટ આપે છે અને તે બધી દુર્ગતિના હેતુભૂત થાય છે. - ૨૫૫. જે જીવો મિથ્યાત્વદર્શન (અસત્ય પ્રેમી)માં રક્ત, જીવઘાત કરનાર અને નિયાણા કરનાર (થોડા માટે ઘણું વેડફી નાખનાર) હોય છે અને તે ભાવનામાં મરે છે તેવા જીવોને બોધિલાભ બહુ જ દુર્લભ થાય છે.
નોંધ : બોધિલાભ એટલે સમ્યકત્વની પ્રાપ્તિ.
૨૫૬. જે જીવો સમ્યકત્વ દર્શનમાં રક્ત નિયાણાને ન કરનાર અને શુકલલેશ્યા (ઉવલ અંતઃકરણ)ના પરિણામને ધારણ કરવા વાળા હોય છે અને તે જ ભાવનામાં જે મૃત્યુ પામે છે તે જીવોને (બીજા જન્મમાં પણ) બોધિબીજ બહુ જ સુલભ થાય છે.
૨૫૭. જે જીવો મિથ્યાદર્શનમાં રક્ત, કૃષ્ણલેશ્યા (મલિન અંતઃકરણ)ના પરિણામને ધારણ કરવાવાળા અને નિયાણાને કરનાર હોય છે. અને તે ભાવનામાં મરે છે તેવા જીવોને બોધિલાભક બહુ જ દુર્લભ છે.
૨૫૮. જે જિનપુરુષોના વચનમાં અનુરક્ત રહી, ભાવપૂર્વક તે વચન પ્રમાણે આચરણ કરે છે તે પવિત્ર (મિથ્યાત્વના મેલરિહત) અને અસંકિલષ્ટ (રાગદ્વેષના કલેશ રહિત) થઈ થોડા જ સમયમાં આ દુઃખદ સંસારનો પાર પામે છે.
નોંધ : જિન એટલે રાગદ્વેષથી સર્વથા રહિત પરમાત્મા.
રપ૯. જે જીવો જિનવચનને યથાર્થ જાણી શકતા નથી તે બિચારા અજ્ઞાનીઓ ઘણીવાર બાળમરણ અને અકામ મરણ પામે છે.
૨૬૦. (પોતાના દોષની આલોચના કેવા જ્ઞાની સત્પરુષો પાસે કહેવી જોઈએ તેમના ગુણ કહે છે) જે ઘણા શાસ્ત્રના રહસ્યને જાણનાર હોય, જેમનાં વચન સમાધિ (શાંતિ)ને ઉત્પન્ન કરનારાં હોય અને જે કેવળ ગુણના જ ગ્રહણ કરનાર હોય તે પુરુષો જ બીજાના દોષની આલોચના માટે યોગ્ય છે.