________________
૨૬ ૨
ઉત્તરાધ્યયન સૂત્ર - ૨૪૩. જેટલી દેવોની ઓછી કે વધુ આયુષ્યસ્થિતિ છે તેટલી જ સર્વજ્ઞ દેવોએ કાર્યસ્થિતિ કહી છે.
નોંધ : દેવનું આયુષ્ય પૂર્ણ થયા પછી લાગતું જ દેવગતિમાં જાવાનું
થતું નથી.
૨૪૪. દેવો પોતાની કાયા છોડીને તે કાયા ફરીથી પામે તેની વચ્ચેનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે.
૨૪૫. તેઓના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૨૪૬. એ પ્રમાણે રૂપી અને અરૂપી એમ બે પ્રકારના અજીવ અને સંસારી તથા સિદ્ધ, એમ બે પ્રકારના જીવોનું વર્ણન કર્યું.
૨૪૭. આ જીવ અને અજીવોના વિભાગને જ્ઞાની પુરુષ પાસે સાંભળી તેની યથાર્થ પ્રતીતિ લાવીને તથા સર્વ પ્રકાર નો નયો (વિચારોનાં વર્ગીકરણો) દ્વારા બરાબર ઘટાવીને જ્ઞાનદર્શન પામી આદર્શ ચારિત્રમાં મુનિ રમણ કરે.
૨૪૮. ત્યારબાદ ઘણાં વર્ષ સુધી શુદ્ધ ચારિત્ર પાળીને નીચેના ક્રમથી પોતાના આત્માનું દમન કરે. - ૨૪૯. (જે તપશ્ચર્યા દ્વારા પૂર્વકર્મોનો તથા કષાયોનો ક્ષય થાય તેવી દીર્ધ તપશ્ચર્યા વિધાન કહે છે) તે સંલેખના (આત્મદમન કરનારી) તપશ્ચર્યા ઓછામાં ઓછા છ માસની, મધ્યમ રીતે એક વર્ષની અને વધુમાં વધુ બાર વર્ષની હોય છે.
૨૫૦. પહેલાં ચાર વર્ષમાં પાંચ વિગય (ઘી, ગોળ, તેલ વગેરે)નો ત્યાગ કરે અને બીજા ચાર વર્ષ સુધી ભિન્ન ભિન્ન પ્રકારની તપશ્ચર્યા કરે.
૨૫૧. નવમું તથા દસમું એમ એ બંને વર્ષો પર્યત ઉપવાસ અને એકાંતર ઉપવાસને પારણે આયંબિલ કરે અને અગિયારમાં વર્ષ પહેલાં છે માસ સુધી અધિક તપશ્ચર્યા ન કરે.
૨૫૨. અગિયારમા વર્ષના પાછલા છ માસમાં તો છઠ આઠમ એવી આકરી તપશ્ચર્યા કરે એ વચ્ચે વચ્ચે તે સવંત્સરમાં આયંબિલ તપ પણ કરે.
નોંધ : આયંબિલ એટલે રસવિહીન ભોજન, માત્ર એક જ વખત કરે.
૨૫૩. તે મુનિ બારમે વર્ષે પ્રથમ અને છેડે સરખું તપ કરે. (પ્રથમ આયંબિલ વચ્ચે બીજું તપ અને વળી તે વર્ષને અંતે આયંબિલ કરે તે કોટી