________________
૨૬૪
ઉત્તરાધ્યયન સૂત્ર - ૨૬૧. ૧. કંદર્પ (કાયકથાનો સંલાપ), ૨, કૌત્કચ્ય (મુખના વિકારવાળી ચા), ૩. કોઈના સ્વભાવની હાંસી અને કુકથા કે કુચેષ્ટાની બીજાને વિસ્મય કરનાર જીવ કાંદર્પ-ભાવના કરતો હોય છે.
૨૬૨. રસ, સુખ કે સમૃદ્ધિની માટે જે સાધક વશીકરણ વગેરેના મંત્રો કે દોરા-ધાગા કરે છે તે આભિયોગી ભાવનાને કરતો હોય છે.
નોંધ : કાંદર્પ અને આભિયોગી વગેરે દુષ્ટ ભાવનાને કરનાર કદાપિ દેવ થાય તો પણ હલકી કોટિનો દેવ બને છે.
૨૬૩. કેવળ પુરુષો, જ્ઞાની, ધર્માચાર્ય તથા સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાઓની જે નિંદા કરે છે તથા કપટી હોય છે તે કિલ્પિષી ભાવનાને કરતો હોય છે.
ર૬૪. કાયમ રોષનો કરનાર હોય તથા સમય મળતાં શત્રુ બની જતો હોય, એવા દુષ્ટ કાર્યોથી પ્રવર્તતો જીવ આસુરી ભાવનાને કરતો હોય છે.
નોંધ : નિમિત્તનો અર્થ નિમિત્તશાસ્ત્ર પણ થાય છે. તે એક જ્યોતિષનું અંગ છે. તે ખોટી રીતે જોઈ બીજાને ઠગતો હોય તે માણસ પણ આસુરી ભાવનાને પોષે છે.
૨૬૫. ૧. શસ્ત્રગ્રહણ (તલવાર વગેરેથી મરવું), ૨. વિષભક્ષણ (ઝેર ખાઈને મરવું), ૩, જ્વલન (આગમાં બળી મરવું), ૪. જલપ્રવેશ (પાણીમાં મરવું) કે ૫. અનાચારી ઉપકરણો (કુટિલ કાર્યોનું સેવન કરવાથી જીવાત્મા અનેક પ્રકારના નવા જન્મ-મરણો ઉત્પન્ન કરે છે.
નોંધ : અકાળ મરણથી જીવાત્મા છૂટવાને બદલે બમણો બંધાય છે.
૨૬૬. આ પ્રમાણે ભવસંસારમાં સિદ્ધિને આપનાર એવા ઉત્તમ પ્રકારના છત્રીસ અધ્યયનોને સુંદર રીતે પ્રગટ કરીને કેવળજ્ઞાની ભગવાન જ્ઞાતપુત્ર આત્મશાંતિમાં લીન થયા.
નોંધ : જીવ અને અજીવ એ બંનેના વિભાગો જાણવા જરૂરી છે. પછી નરક અને પશુજીવનમાં દુઃખ, સ્વર્ગ અને મનુષ્ય જીવનમાં સુખદુઃખ આદિ અનેક અવસ્થાવાળા આ વિચિત્ર સંસારમાંથી કેમ છૂટી શકાય તે ઉપાય અજમાવવાની તાલાવેલી લાગે છે. આવી તાલાવેલી પછી દુઃખમાં પણ સુખ, વેદનામાં પણ શાંતિ અને સંતોષ વિકસતાં જાય છે.
એમ કહું છું : એમ જીવાજીવ વિભક્તિ સંબંધી છત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.
ઉૐ શાંતિઃ