________________
જીવાજીવવિભક્તિ
૨૫૭ ૧૮૫. તે સ્થલચર જીવો પોતાની કાયા છોડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અનંતકાળ સુધીનું છે.
૧૮૬. ખેચર (પક્ષીઓ) ચાર પ્રકારનાં છે : ૧. ચામડાની પાંખોવાળાં (વડવાગોળ), ૨. રોમપક્ષી (સુડા, હંસ વગેરે) ૩. સમુદ્રગ પક્ષી (જની પાંખ ઢાંકેલા ડબરાના જેવી હોય તે આ પક્ષીઓ મનુષ્યક્ષેત્રની બહાર છે), અને ૪. વિતત પક્ષી (સુપડાના જેવી પાંખ પહોળી રહે તે).
૧૮૭. તે બધાં આખા લોકમાં નહિ પણ લોકના અમુખ ભાગમાં રહ્યાં છે. હવે તેઓના કાળવિભાગને ચાર પ્રકારે કહીશ.
૧૮૮. પ્રવાહની અપેક્ષાએ બધા અનાદિ અને અંતરહિત છે. પણ આયુષ્યની અપેક્ષાએ તો આદિ અને અંતસહિત છે.
૧૮૯. ખેચર જીવોની આયુષ્ય સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે.
૧૯૦. ખેચર જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ તથા તેથી અધિક બેથી માંડીને નવ સુધી પૂર્વ કોટીની હોય છે.
૧૯૧. ખેચર જીવો પોતાની કાયા છોડીને તે કાયા ફરીથી પામે તેની વચ્ચેનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે.
૧૯૨. તેઓના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૧૯૩. મનુષ્યો બે પ્રકારના હોય છે : ૧. સંમૂર્ણિમ પંચેન્દ્રિય અને ૨. ગર્ભજ પંચેન્દ્રિય. હવે તેના પેટા ભેદો કહું છું : તે સાંભળો.
૧૯૪. ગર્ભ જ (મા બાપના સંયોગથી થયેલા) મનુષ્યો ત્રણ પ્રકારના કહ્યા છે : ૧. કર્મભૂમિના, ૨. અકર્મભૂમિના અને ૩. અંતરદ્વીપોના.
નોંધ : કર્મભૂમિ એટલે અસિ, મસિ (વ્યાપાર) અને કૃષિ જ્યાં થતી હોય તે. અંતરદ્વીપ એટલે ચુલહીમવંત અને શિખરી એ બે પર્વત પર ચાર ચાર દાઢાઓ છે. અને પ્રત્યેક દાઢાઓમાં સાત સાત અંતરદ્વીપ છે. ત્યાં અકર્મભૂમિ જેવા જુગલિયા મનુષ્યો ઉત્પન્ન થાય છે.
૧૯૫. કર્મભૂમિના પંદર ભેદો (પાંચ ભરત, પાંચ ઈરવૃત અને પાંચ મહાવિદેહ), અકર્મભૂમિના ત્રીસ ભેદો (પાંચ હેમવય, પાંચ ઐરણ્યવય, પાંચ