________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૧૭૪. પ્રવાહની અપેક્ષાએ બધા અનાદિ અને અંતરહિત છે. પણ આયુષ્યની અપેક્ષાએ તો આદિ અને અંતસહિત છે.
૧૭૫. જલચર પંચેન્દ્રિય જીવોની આયુષ્ય સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને વધુમાં વધુ એક પૂર્વ કોટીની કહી છે.
નોંધ : એક પૂર્વની સીતેર લાખ કરોડ ને ૫૬ હજાર કરોડ વર્ષ થાય. એવા એક કરોડ પૂર્વની સ્થિતિને એક પૂર્વ કોટી કહે છે.
૧૭૬. તે જલચર પંચેન્દ્રિય જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૃથક્ પૂર્વકોટીની છે.
૨૫૬
નોંધ : પૃથક્ એટલે બેથી માંડીને નવ સુધીની સંખ્યા.
૧૭૭. જલચર પંચેન્દ્રિય જીવો પોતાની કાયા છોડીને તે કાયા ફરીથી પામે તેની વચ્ચેનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે. ૧૭૮. સ્થલચર પંચેન્દ્રિય જીવો ૧. ચાર પગવાળા તે ચોપદ અને ૨. પરિસર્પ એમ બે પ્રકારના છે. અને ચોપદના ચાર પેટા ભેદો છે. તેને હું કહું છું તે તમે સાંભળો.
૧૭૯. ૧. એકખુરા (ઘોડા, ગધેડા વગેરે), ૨. બે ખુરા (ગાય, બળદ વગેરે), ૩. ગંડીપદા (સુંવાળા પગવાળા હાથી, ગેંડા વગેરે), અને ૪. સનખપદા (સિંહ, બિલાડા, કૂતરા વગેરે).
૧૮૦. પરિસર્પના બે પ્રકારો છે : ઉપરિસર્પ અને ભુજપરિસર્પ-હાથેથી ચાલનારા ઘો વગેરે અને ઉપરિસર્પ-છાતીથી ચાલનારા સર્પ વગેરે. અને તે એકેક જાતિમાં અનેક પ્રકારનાં હોય છે.
૧૮૧. તે બધા સર્વત્ર નહિ પણ લોકના અમુક ભાગમાં હોય છે. હવે તેઓના કાવિભાગને ચાર પ્રકારે કહીશ :
૧૮૨. પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. પણ આયુષ્યની અપેક્ષાએ તો આદિ અને અંતસહિત છે.
૧૮૩. તે સ્થલચર જીવોની આયુષ્યસ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે.
નોંધ : પલ્યોપમ એ કાળપ્રમાણ છે.
૧૮૪. સ્થળચર જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ ત્રણ પલ્યોપમ તથા બેથી માંડીને નવ સુધી પૂર્વ કોટી અધિકની છે.