________________
જીવાજીવવિભક્તિ
૧૬૨. ત્રીજી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય ત્રણ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે.
૨૫૫
૧૬૩. ચોથી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય દસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમની છે.
૧૬૪. પાંચમી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય દસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમની છે.
૧૬૫. છઠ્ઠી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય સત્તર સાગરોપમની અને ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમની છે.
૧૬૬. સાતમી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય બાવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે.
૧૬૭. નરકના જીવોને જેટલી ઓછામાં ઓછી કે વધુમાં વધુ આયુષ્યસ્થિતિ હોય છે તેટલી જ કાયસ્થિતિ હોય છે.
નોંધ : નરક અને દેવગતિનું આયુષ્ય ભોગવ્યા બાદ અંતર વગર બીજે જ ભવે તે ગતિમાં જવાતું નથી. તેથી જ આયુષ્યસ્થિતિ અને કાયસ્થિતિ સમાન કહી છે.
૧૬૮. નારકીના જીવો પોતાની કાયાને છોડીને ફરીથી તે જ કાયા પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું હોય છે.
૧૬૯. એ નરકના જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૧૭૦. તિર્યંચ પંચેન્દ્રિય જીવો બે પ્રકારના કહ્યા છે ઃ ૧. સંમૂચ્છિમ પંચેન્દ્રિય અને ૨. ગર્ભજપંચેંદ્રિય.
૧૭૧. તે બેઉના ત્રણ ત્રણ ભેદો છે. ૧. જલચર, ૨. સ્થલચર અને ૩. ખેચર (આકાશમાં ચરનારા). હવે ક્રમથી તેના પેટા ભેદોને કહું છું : મને સાંભળો.
૧૭૨. જલચરના ભેદો આ પ્રમાણે છે : ૧. માછલાં, ૨. કાચબા, ૩. ગ્રાહ્યો, ૪. મગરો અને ૫. સુસુમાર. એમ જલચરના પાંચ ભેદો
જાણવા.
૧૭૩. તે બધા જીવો આખા લોકમાં નહિ, પણ લોકના અમુક ભાગમાં રહેલા છે. હવે તેઓના કાવિભાગને ચાર પ્રકારે કહીશ :