________________
૨૫૪
ઉત્તરાધ્યયન સૂત્ર
નોંધ : આ બધાં દેશી ભાષા પરત્વે ભિન્ન ભિન્ન નામો છે.
૧૪૯. એ પ્રમાણે ચાર ઇંદ્રિયવાળા જીવો અનેક પ્રકારના કહ્યા છે. તે બધા લોકના અમુક વિભાગમાં જ રહે છે.
૧૫). પ્રવાહની અપેક્ષાએ એ બધા અનાદિ અને અંતરહિત છે. અને આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે.
૧પ૧. ચાર ઇંદ્રિયવાળાની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ છ માસની કહી છે.
૧૫૨. ચાર ઇંદ્રિયવાળા જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ સંખ્યાત કાળ સુધીની કહી છે.
૧૫૩. ચાર ઇંદ્રિયવાળા જીવો પોતાની કાયાને છોડીને ફરીથી તે કાયાને પામે તે વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અનંતકાળ સુધીનું હોય છે.
૧૫૪. એ ચાર ઇંદ્રિય જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૧૫૫. પાંચ ઇંદ્રિયવાળા પુરુષો ચાર પ્રકારના કહ્યા છે : ૧. નારકી (નરકના જીવો, ૨. તિર્યચ, ૩. મનુષ્ય અને ૪. દેવ.
૧૫૬. રત્નપ્રભા આદિ સાત પૃથ્વીમાં રહેવાથી નારકો સાત પ્રકારના કહેવાય છે : (ત પૃથ્વીના નામ આ પ્રમાણે છે :) ૧. રત્નપ્રભા, ૨. શર્કરામભા, ૩. વાળુપ્રભા.
૧પ૭. ૪. પંકપ્રભા, ૫. ધૂમપ્રભા, ૬. તમાપ્રભા અને ૭. તમઃ તમસમભા. એ પ્રમાણે ત્યાં રહેનારા નરકના જીવો સાત પ્રકારના કહેવાય છે.
૧૫૮. તે બધા લોકના એક વિભાગમાં રહેલા છે. હવે તેઓના કાળવિભાગ ચાર પ્રકારે કહીશ :
૧૫૯. પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને અંતરહિત અને આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે.
૧૬૦. પહેલી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને વધુમાં વધુ એક સાગરોપમની છે.
૧૬૧. બીજી નરકમાં આયુષ્યની સ્થિતિ જધન્ય એક સાગરોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની છે.