________________
૨૫૮
ઉત્તરાધ્યયન સૂત્ર હરિવાસ, પાંચ રમ્યકવાસ, પાંચ દેવગુરુ અને પાંચ ઉત્તરકુરુ), અને છપ્પન અંતરદ્વીપના ભેદો મળી તે બધા એકસો એક જાતિના ગર્ભ જ મનુષ્યો કહ્યા છે.
૧૯૬. સંમૂર્ણિમ મનુષ્યો પણ ગર્ભ જ મનુષ્યના જેટલા જ એટલે કે એકસો એક પ્રકારના કહ્યા છે. આ બધા જીવો લોકના અમુક ભાગમાં જ છે. સર્વત્ર નથી.
નોંધ : માતાપિતાના સંયોગ વિના મનુષ્યના મળજન્ય જીવો ઉત્પન થાય તેને સંમૂર્ણિમ મનુષ્યો કહે છે. ગર્ભજની જેમ તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદો નથી.
૧૯૭. પ્રવાહની અપેક્ષાએ બધા અનાદિ અને અંત રહિત છે પણ આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે.
૧૯૮. ગર્ભજ મનુષ્યોની આયુષ્ય સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની કહી છે.
નોંધ : સંમૂર્ણિમ મનુષ્યની તો જઘન્ય અને ઉત્કૃષ્ટ માત્ર અંતમુહૂર્તની હોય છે, અને કર્મભૂમિ મનુષ્યની જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ કરોડ પૂર્વની હોય છે. અહીં તો સર્વ મનુષ્યની અપેક્ષાએ ઉપરની સ્થિતિ લીધી છે.
૧૯૯ગર્ભજ મનુષ્યોની કાયસ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને અધિક પૃથક પૂર્વકોટિની જાણવી.
નોંધ : કોઈ જીવ સાત ભવ તો એક એક પૂર્વ કોટિના અને આઠમો ત્રણ પલ્યોપના આયુષ્યનો ભવ કરે, તે અપેક્ષાએ તેટલું વધુ કહ્યું છે, મનુષ્યની કાયા લાગલાગટ સાત કે આઠ ભવ સુધી વધુમાં વધુ મળે તો મળી શકે છે.
૨૦૦. ગર્ભજ મનુષ્યો પોતાની કાયા છોડીને તે કાયા ફરીથી પામે, તેની વચ્ચેનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે.
૨૦૧. તેઓના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૨૦૨. સર્વજ્ઞ ભગવાનોએ દેવો ચાર પ્રકારના કહ્યા છે. તેનું વર્ણન કરું છું. તમે સાંભળ : ૧. ભવનવાસી (ભવનપતિ), ૨. વ્યંતર, ૩. જ્યોતિષ અને ૪. વૈમાનિક.
૨૦૩. ભવનવાસી દેવો દશ પ્રકારના, વ્યંતર આઠ પ્રકારના, જ્યોતિષ્કાર પાંચ પ્રકારના અને વૈમાનિક દેવો બે પ્રકારના હોય છે.