________________
૨૫૨
ઉત્તરાધ્યયન સૂત્ર ૧૨૨. વાયુકાયના જીવોની આયુષસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ ત્રણ હજાર વર્ષ સુધીની છે.
૧ ૨૩. વાયુકાયના જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ અસંખ્ય કાળની રહી છે.
૧૨૪. વાયુકાયના જીવો પોતાની વાયુકાયને છોડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું હોય છે.
૧૨૫. એ વાયુકાય જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૧૨૬. મોટા ત્રસકાયવાળા (બે ઇંદ્રિયાદિ) જીવો ચાર પ્રકારના કહ્યા છે. ૧. બે ઇંદ્રિયવાળા, ૨. ત્રણ ઇંદ્રિયવાળા, ૩. ચાર ઇંદ્રિયવાળા અને ૪. પાંચ ઇંદ્રિયવાળા.
૧૨૭. બે ઇંદ્રિયવાળા જીવો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારના કહ્યા છે. હવે તેઓના ભેદો કહું છું તે સાંભળો.
૧૨૮. ૧. કરમિયા (વિષ્ટામાં ઉત્પન્ન થાય તે), ૨. અણસિયા, ૩. સૌમંગલ (એક પ્રકારના જીવ), ૪. માતૃવાહક, ૫. વાંસી મુખા, ૬, શંખ, ૭. નાના શૃંખલા
૧૨૯. ૮. કાષ્ઠ ખાનાર પલુક, ૯, કોડા, ૧૦. જળો, ૧૧. દુષ્ટ રક્તકર્ષણ અને ૧૨. ચાંદણીઆ.
૧૩૦. એ પ્રમાણે બે ઇંદ્રિય જીવો ઘણા પ્રકારના કહ્યા છે, અને તે બધા લોકના એક ભાગમાં રહ્યા છે.
૧૩૧. પ્રવાહની અપેક્ષાએ બધા અનાદિ અને અંતરહિત છે. પણ આયુષ્ય સ્થિતિની અપેક્ષાએ આદિ અને અંત સહિત છે.
૧૩૨. બે ઇંદ્રિયવાળા જીવોની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ બાર વર્ષની કહી છે.
૧૩૩. બે ઇંદ્રિયવાળા જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધીની કહી છે.
૧૩૪. બે ઇંદ્રિયવાળા જીવો પોતાની કાયા છોડીને ફરીથી બે ઇંદ્રિય કાયા પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું હોય છે.