________________
૨૫૧
જીવાજીવવિભક્તિ
૧૦૯. ધૂળ પર્યાપ્ત અગ્નિકાયના અનેક પ્રકારો કહ્યા છે. ૧. અંગારા, ૨. રાખમિશ્ર અગ્નિ, ૩. તપેલા લોઢા વગેરેમાં અગ્નિ હોય તે, ૪. અગ્રિવાલા અને ૫. તૂટતી જવાલા. (ભડકા),
૧૧૦. ૬. ઉલ્કાપાતી અગ્નિ અને ૭. વિદ્યુતની અગ્નિ. એમ અનેક ભેદો જાણવા. જે સૂક્ષ્મ પર્યાપ્ત અગ્નિકાયના જીવો છે તે એક જ પ્રકારના હોય છે.
૧૧૧. સૂક્ષ્મ અગ્નિકાયના જીવો સર્વ લોકમાં વ્યાપી રહ્યા છે. અને સ્થૂળ તો લોકના અમુક ભાગમાં જ છે. હવે તેઓનો કાળવિભાગ ચાર પ્રકારે કહીશ.
૧૧૨. પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. અને આયુષ્ય સ્થિતિની અપેક્ષાએ આદિ અને અંત સહિત છે.
૧૧૩. અગ્નિકાયના જીવોની આયુષ્ય સ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ અસંખ્ય કાળની કહી છે.
૧૧૪. અગ્નિકાયના જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ અસંખ્ય કાળની કહી છે.
૧૧૫. અગ્નિકાયના જીવો પોતાની અગ્નિકાયને છોડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અસંખ્ય કાળ સુધીનું છે.
૧૧ ૬. એ અગ્નિકાય જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૧૧૭. વાયુકાયના જીવો સૂક્ષ્મ અને ધૂળ એમ બે પ્રકારના હોય છે અને તે બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદો છે.
૧૧૮. સ્થૂળપર્યાપ્ત વાયુકાયના જીવો પાંચ પ્રકારના છે. ૧. ઉત્કલિક (રહી રહીને વાય તે) વાયુ, ૨. વંટોળિયા, ૩. ધન વાયુ (ધનોદધિની નીચે વાય છે તે), ૪. ગુંજા વાયુ (ગુંજારવ કરે છે) અને ૫. શુદ્ધ વાયુ.
૧૧૯. તથા ૬. સંવર્તક વાયુ ઇત્યાદિ અનેક પ્રકારના વાયુ છે. અને સૂમ વાયુ તો એક જ પ્રકારનો હોય છે.
૧ ૨૦. સૂક્ષ્મ વાયુકાયના જીવો સર્વલોકમાં વ્યાપી રહ્યા છે અને સ્થળ તો અમુક ભાગમાં જ છે. હવે તેઓના કાળ વિભાગ ચાર પ્રકારે કહીશ.
૧૨૧. પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. અને આયુષ્ય સ્થિતિની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે.