________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૧૦૦. સૂક્ષ્મ વનસ્પતિકાયનો એક જ ભેદ છે. ભિન્ન ભિન્ન જાતથી સૂક્ષ્મ વનસ્પતિકાય જીવો સર્વલોકમાં વ્યાપી રહ્યા છે અને સ્થૂળ તો લોકના અમુક ભાગમાં જ છે.
૨૫૦
૧૦૧. પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે અને એક એક જીવની આયુષ્યસ્થિતિની અપેક્ષાએ આદિ અને અંતઃસહિત છે. ૧૦૨. વનસ્પતિકાયના જીવોની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્તની વધુમાં વધુ દસ હજાર વર્ષની છે.
૧૦૩. વનસ્પતિકાયના જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની (ફરી ફરી ત્યાં જ જન્મે) તો ઓછામાં ઓછી અંતમુહૂર્તની અને વધુમાં વધુ અનંતકાળની કહી છે.
નોંધ : લીલ, ફૂલ, નિગોદ ઇત્યાદિ અનંતકાયના જીવની અપેક્ષાએ અનંતકાળ ગણાવ્યો છે.
૧૦૪, વનસ્પતિકાયના જીવો પોતાની વનસ્પતિકાયને છોડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે.
૧૦૫. એ વનસ્પતિકાય જીવોના વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૧૦૬. એ પ્રમાણે સંક્ષેપથી ત્રણ પ્રકારના જીવો કહ્યા. હવે ત્રણ પ્રકારના ત્રસજીવોને કહીશ.
૧૦૭. અગ્નિકાયના જીવો, વાયુકાયના જીવો અને (મોટા બે ઇંદ્રિયાદિ) જીવો એ પ્રમાણે ત્રસના ત્રણ પ્રકારો છે. હવે તે પ્રત્યેકના પેટા ભેદોને કહીશ, તમે સાંભળો.
નોંધ : આ સ્થળે અગ્નિ અને વાયરાને સ્થાવર છતાં એક અપેક્ષાએ ત્રસ કહ્યા છે.
૧૦૮. અગ્નિકાયના જીવો સૂક્ષ્મ અને સ્થૂળ એમ બે પ્રકારના છે. અને તેના પણ પર્યાપ્ત એ અપર્યાપ્ત એવા ભેદો છે.
નોંધ : પર્યાપ્ત એટલે જે જે યોનિમાં જેટજેટલી પર્યાઓ મેળવવી જોઈએ તેટલી પૂરી પામે તે પર્યાપ્ત અને પૂરી પામ્યા વિના મરણ પામે તે અપર્યાપ્ત કહેવાય છે. પર્યાપ્ત છ પ્રકારની છે : આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન.