________________
૨૪૭
જીવાજીવવિભક્તિ
૬૫. એક જીવની અપેક્ષાની આદિસહિત અને અંતસહિત છે. પણ આખા સમુદાયની અપેક્ષાઓ આદિ અને અંતરહિત છે.
૬૬. તે સિદ્ધના જીવો અરૂપી, કેવળજ્ઞાન અને કેવળદર્શનથી જ તેમની ઓળખાણ થઈ શકે તેવા છે. તેઓ જેની ઉપમા ન આપી શકાય તેવા અતુલ સુખને પામ્યા છે.
૬૭. સંસારની પાર ગયેલા અને ઉત્તમ સિદ્ધગતિને પામેલા કેવળજ્ઞાન અને કેવળ દર્શનના ધણી તે સર્વ સિદ્ધો લોકના અગ્રભાગ પર સ્થિર થયા છે.
૬૮. સંસારી જીવો તીર્થકરોએ બે પ્રકારના કહ્યા છે. ૧. ત્રસ અને ૨. સ્થાવર. જીવોના પણ ત્રણ ભેદો છે.
૬૯. ૧. પૃથ્વીકાય, ૨. જળકાય અને ૩. વનસ્પતિકાય. વળી એ ત્રણના પણ પેટાભેદો કહું છું : તે સાંભળો. - ૭૦. પૃથ્વીકાયના જીવો સૂક્ષ્મ અને સ્થળ બે પ્રકારના છે. અને વળી તેના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બબ્બે ભેદો છે.
૭૧. ધૂળ પર્યાપ્ત હોય છે. તેના મુખ્ય બે પ્રકારો છે. ૧. કોમળ અને ૨. કર્કશ. અને તેમાં પણ કોમળના સાત પ્રકારો છે.
૭૨. ૧. કાળી, ૨. લીલી, ૩. રાતી, ૪. પીળી, ૫. ધોળી, ૬ . પાંડુર (ગોરા ચંદન જેવી) અને ૭. અતિ ઝીણી રેતી. એમ સાત પ્રકારની સુંવાળી પૃથ્વી કહેવાય છે. કર્કશ પૃથ્વીના ૩૬ ભેદો છે તે નીચે પ્રમાણે :
૭૩. ૧. પૃથ્વી (ખાણની માટી), ૨. મરડીયા કાંકરા, ૩. રેતી, ૪. પથ્થરના ટુકડા, ૫. શિલા, ૬. સમુદ્રાદિનું મીઠું, ૭. ખારી ધૂળ, ૮. લોઢું, ૯. ત્રાંબું, ૧૦. કલઈ, ૧૧. સીસું, ૧૨. રૂપું, ૧૩. સુવર્ણ, ૧૪, વજ હીરા
૭૪. ૧૫. હડતાલ, ૧૬. હીંગળો, ૧૭. મણસીલ (એક પ્રકારની ધાતુ), ૧૮. સીસક (જસત), ૧૯. સુરમો, ૨૦. પરવાળા, ૨૧. અભ્રક, ૨૨. અભ્રકથી મિશ્ર થયેલી ધૂળ
૭૫. (હવે મણિના ભેદો કહે છે :) ૨૩. ગોમેદ, ૨૪. રૂચ, ૨૫. અંતરત્ન, રદ . સ્ફટિકરત્ન, ૨૭. લોહિતાક્ષમણિ, ૨૮. મરક્તમણિ, ૨૯. મસારંગલમણિ, ૩૦. ભુજમોચકરત્ન, ૩૧. ઇંદ્રનીલ
૭૬. ૩૨. ચંદનરત્ન, ૩૩. ગૈરકારત્ન, ૩૪. હંસગર્ભરત્ન, ૩૫. પુલકરત્ન અને ૩૬. સાગંધિકરત્ન, ૩૭. ચંદ્રપ્રભારત્ન, ૩૮. વૈડૂર્યરત્ન, ૩૯. જલકાન્ત મણિ અને ૪૦. સૂર્યકાન્તમણિ.