________________
૨૪૬
ઉત્તરાધ્યયન સૂત્ર - પ. સિદ્ધના જીવો અલોક જતાં અટક્યા છે, લોકના અગ્રભાગ પર સ્થિર થયા છે. અહીં મધ્ય લોકમાં શરીર છોડીને ત્યાં લોકના અગ્ર ભાગ પર રહેલી સિદ્ધ ગતિમાં સ્થિર થયા છે.
નોંધ : શુદ્ધ ચૈતન્યની અઅલિત ગતિ ઉર્ધ્વગમનની છે પણ ગતિ સહાયક ધર્માસ્તિકાય તત્ત્વ અલોકમાં ન હોવાથી લોકના અગ્ર ભાગ પર જ તેની સ્વાભાવિક સ્થિતિ થઈ રહે છે.
પ૭. (સિદ્ધિસ્થાન કેવું છે તે કહે છે :) સર્વાર્થસિદ્ધિનામના વિમાનની બાર યોજન ઉપર છત્રને આકારે ઇસીપભારા (ઈષતપ્રાગૂભાર) નામની એક મુક્તિશિલા પૃથ્વી છે.
૫૮. તે સિદ્ધશિલા ૪૫ લાખ યોજનની લાંબી અને પહોળી છે. તેનો આખો ઘેરાવો તેનાથી ત્રણ ગણા કરતાં વધારે જાણવો.
પ૯. તે સિદ્ધશિલા મધ્ય ભાગે આઠ યોજનની જાડી અને પછી થોડું થોડું ઘટતાં એકદમ છેડે માખીની પાંખ કરતાં પણ પાતળી છે.
૬૦. તે પૃથ્વી સમભાવે અર્જુન નામના ધોળા સુવર્ણ જેવી ખૂબ નિર્મળ છે અને સમા છત્રને આકારે રહેલી છે. એ પ્રમાણે અનંત જ્ઞાની તીર્થકરોએ કહ્યું છે.
૬૧. તે સિદ્ધશિલા શંખ અને અંક નામના રત્નો અને મુચકુંદના કૂલ જેવી ખૂબ નિર્મળ અને સુંદર છે. અને તે સિદ્ધશિલાથી એક યોજન ઊંચે લોકનો છેડો આવી રહે છે.
૬૨. તે યોજનનો છેલ્લો જે એક કોશ છે તેનો છઠ્ઠો ભાગ એટલે ૩૩૩ ધનુષ્ય અને ૩૨ આંગળની ઊંચાઈમાં સિદ્ધપ્રભુઓ રહ્યા છે.
૬૩. મોક્ષમાં મહા ભાગ્યવંત એવા સિદ્ધપુરુષો પ્રપંચથી મુક્ત થઈ ઉત્તમ પ્રકારની તે સિદ્ધગતિને પામીને ત્યાં લોકના અગ્રભાગ પર સ્થિર થયા છે. - ૬૪. (સિદ્ધ થતાં પહેલાં) છેલ્લા મનુષ્યભવમાં જેટલી શરીરની ઊંચાઈ હોય તેના ત્રણ ભાગ પૈકી એક ભાગ છોડીને બે ભાગ જેટલી સિદ્ધ જીવોની ઊંચાઈ સિદ્ધ થયા પછી રહે છે.
નોંધ : સિદ્ધ થયા પછી શરીર રહેતું નથી પરંતુ તે શરીરને વ્યાપી રહેલા આત્મપ્રદેશો તો રહે છે અને શરીરનો ૧-૩ જે ખાલી પ્રદેશ છે તે નીકળી જતાં ર-૩ આકારમાં સર્વ આત્મપ્રદેશો રહે છે અને આત્મપ્રદેશો અરૂપી હોવાથી અનંત જીવો હોવા છતાં તેને પરસ્પર ઘર્ષણ થતું નથી.