________________
૨૪૫
જીવાજીવવિભક્તિ
૪૮. સંસારી (કર્મસહીત) અને સિદ્ધ (કર્મરહિત) એમ બે પ્રકારના જીવો સર્વજ્ઞ પુરુષો કહ્યા છે. તે પૈકી સિદ્ધજીવો અનેક પ્રકારના કહ્યા છે. તેને હું પ્રથમ કહીશ એવા મને તમે સાંભળો.
૪૯. તે સિદ્ધ જીવોમાં સ્ત્રીલિંગે તથા નપુંસકલિંગ અને જૈન સાધુના વેશે, અન્ય દર્શનના (સંન્યાયી ઇત્યાદિ) વેશે કે ગૃહસ્થ વેશે થયેલા સિદ્ધ જીવોનો સમાવેશ થાય છે.
નોંધ : સ્ત્રી, પુરુષ અને જન્મથી નહિ પણ કૃત નપુંસક એવા જીવો ગૃહસ્થાશ્રમ કે ત્યાગાશ્રમમાં રહી મોક્ષ પામી શકે છે. અહીં તો છ પ્રકાર વર્ણવ્યા છે. પરંતુ તેના વિશેષ ભેદો કરી બધા મળી પંદર પ્રકારના સિદ્ધ પણ વર્ણવ્યા છે.
૫૦. સિદ્ધ થતી વખતે તે જીવોની શરીર અવગાહના (ઊંચાઈ કેટલી હોય તે બતાવે છે) જઘન્ય બે હાથ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યોની અને તે બંને કરતાં મધ્યમ અવગાહના (તેની વચ્ચેની શરીરની ઉંચાઈ)થી ઊંચે (પર્વત પ૨)નીચે (ખાડ વગેરેમાં) તથા તિરછા લોકમાં, સમુદ્રમાં અને અન્ય જલાશયમાં તે જીવો સિદ્ધ દશા પામી શકે.
૫૧. એક સમયમાં દસ નપુંસક (કૃત નપુંસક), વીસ સ્ત્રીઓ અને એકસો આઠ પુરુષો વધુમાં વધુ સિદ્ધ થઈ શકે છે.
પ૨. એક સમયમાં વધુમાં વધુ ચાર જીવો ગૃહલિંગમાં, દસ અન્ય લિંગમાં તથા એકસો આઠ જૈનલિંગમાં સિદ્ધ થઈ શકે છે.
નોંધ : પોતાના શાસનમાં હો કે અન્ય શાસનમાં હો, ગૃહસ્થાશ્રમમાં હો કે ત્યાગાશ્રમમાં હો. જે જે સ્થાનમાં જેટજેટલી યોગ્યતા પ્રાપ્ત થાય તો તે જીવો મોક્ષ પામે છે. ત્યાં કોઈ દર્શન, મત, વાદ કે આશ્રમનો ઈજારો નથી.
પ૩. એક સમયમાં એકીસાથે જઘન્ય (બે હાથની ઊંચાઈવાળા વધુમાં વધુ) ચાર જીવો, અને ઉત્કૃષ્ટ (પાંચસો ધનુષ્યની ઊંચાઈવાળા) બે જીવો તેમજ મધ્યમ (તે બંનેની વચ્ચેની) ઊંચાઈવાળા એકસો આઠ સિદ્ધ થઈ શકે છે. - ૫૪. એક સમયમાં એકી સાથે ઊંચા (મેરુ પર્વતની ચૂલિકા ઉપર) લોકને વિશે ચાર, સમુદ્રમાં બે, નદી ઇત્યાદિમાં ત્રણ, નીચા લોકને વિશે વીસ અને મધ્યલોકમાં એકસો ને આઠ જીવો નિશ્ચય સિદ્ધ થઈ શકે છે.
પપ. સિદ્ધ થયેલા જીવો ક્યાં રોકાયા છે ? ક્યાં સ્થિર રહ્યા છે ? અને ક્યાં શરીર છોડીને સિદ્ધ થયા છે ?