________________
૨૪૪
ઉત્તરાધ્યયન સૂત્ર ૩૩. જે પુદ્ગલ રસથી મીઠાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજન જાણવી.
૩૪. જે પુદ્ગલ સ્પર્શથી કર્કશ (ખરબચડો) હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજન જાણવી.
૩૫. જે પુદ્ગલ સ્પર્શથી કોમળ હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના ગણવી.
૩૬. જે પુદ્ગલ સ્પર્શથી ભારે લાગતાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી.
૩૭. જે પુદ્ગલ સ્પર્શથી હળવાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી.
૩૮. જે પુદ્ગલ સ્પર્શથી ઠંડાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી.
૩૯. જે પુગલ સ્પર્શથી ઊનાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી.
૪૦. જે પુદ્ગલ સ્પર્શથી સ્નિગ્ધ હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજન જાણવી.
૪૧. જે પુદ્ગલ સ્પર્શથી લુખાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી.
૪૨. જે પુદ્ગલ આકૃતિથી પરિમંડળ હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી ભજના જાણવી.
૪૩. જે પુદ્ગલ આકૃતિથી કૃત હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજના જાણવી.
૪૪. જે પુદ્ગલ આકૃતિથી ત્રાંસાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજન જાણવી.
૪૫. જે પુદ્ગલ આકૃતિથી ચોરસ હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજન ગણવી.
૪૬. જે પુદ્ગલ આકૃતિથી આયાત હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજના જાણવી.
૪૭. આ પ્રમાણે અજીવ તત્ત્વનો વિભાગ સંક્ષેપથી કહ્યો. હવે જીવતત્ત્વના વિભાગને ક્રમપૂર્વક કહીશ.