________________
જીવાજીવવિભક્તિ
૨૪૩ ૨૧. સંસ્થાન (આકૃતિ)થી પાંચ પ્રકારમાં પરિણત થાય છે. ૧. પરિમંડળ (ચૂડી જેવો ગોળ આકાર), ૨. વૃત્ત (દડા જેવો ગોળ આકાર), ૩. ત્રાંસો આકાર, ૪. ચોરસ આકાર અને ૫. આયાત (લાંબો આકાર).
૨૨. વર્ણથી જે કાળો હોય તેમાં (બે) ગંધ, (પાંચ) રસ, (આઠ) સ્પર્શ અને (પાંચ) સંસ્થાન (આકૃતિ) એમ (વીસ બોલની) ભજના (હોય કે ન હોય) જાણવી.
નોંધ : ભજના લખવાનું કારણ એ છે કે જે સ્થૂળ અનંત પ્રદેશ સ્કંધ પુગલ વર્ણથી કાળાં હોય, તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન એમ વીસ ભેદો જાણવા અને પરમાણુની અપેક્ષાઓ તો એક ગંધ, એક રસ અને બે સ્પર્શ એમ ચાર ભેદો જ જાણવા. આ પ્રમાણે દરેક સ્થળે સમજી લેવું.
૨૩. જે પુદ્ગલ વર્ષે લીલાં હોય, તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજના જાણવી.
૨૪. જે પુદ્ગલ વર્ણથી રાતો હોય તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજન ગણવી.
૨૫. જે પુદ્ગલ વર્ણથી પીળાં હોય તેમાં ગંધ, રસ, સ્પર્શ ને સંસ્થાનની ભજના ગણવી.
૨૬. જે પુદ્ગલ વર્ણથી સફેદ હોય તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજન જાણવી. - ૨૭. જે પુગલ ગંધથી સુરભિ હોય તેમાં સંસ્થાનની ભજના જાણવી.
૨૮. જે પુદ્ગલ ગંધથી દુરભિ હોય તેમાં સંસ્થાનની ભજના જાણવી.
૨૯. જે પુદ્ગલ રસથી તીખાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના ગણવી.
૩૦. જે પુદ્ગલ રસથી કડવાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના ગણવી.
૩૧. જે પુદ્ગલ રસથી કસાયેલાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના જાણવી.
૩૨. જે પુદ્ગલ રસથી ખાટાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજન જાણવી.