________________
૨૪૨
ઉત્તરાધ્યયન સૂત્ર ૯. સમય કાળ પણ નિરંતર પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને અનંત છે. પણ કોઈ કાર્યની અપેક્ષાઓ તો આદિ અને અંત સહિત છે.
૧૦. સ્કંધો, સ્કંધના દેશો, તેના પ્રદેશો અને પરમાણુઓ એ રૂપી (જડ) પદાર્થો ચાર પ્રકારના જાણવા.
૧૧. દ્રવ્યથી જ્યારે પરમાણું યુગલો એકઠાં મળે તે રૂંધ ગણાય છે અને અલગ અલગ હોય ત્યારે પરમાણુઓ કહેવાય છે. અને ક્ષેત્રથી સ્કંધો લોકના દેશ અને વ્યાપી અને પરમાણું આખા લોકવ્યાપી જાણવાં. હવે સ્કંધાધિક પુગલોની કાળસ્થિતિ ચાર પ્રકારે કહું છું.
નોંધ : લોકના એક દેશમાં એટલે કે એક આકાશ પ્રદેશમાં સ્કંધ હોય અને ન પણ હોય. પણ પરમાણુઓ તો અવશ્ય હોય.
૧૨. સંસાર પ્રવાહની અપેક્ષાઓ તે બધા અનાદિ અને અનંત છે. પણ રૂપાંતર અને સ્થિતિની અપેક્ષાઓ આદિસહિત અને અંતસહિત છે.
૧૩. એક ઠેકાણે રહેવાની અપેક્ષાઓ તે રૂપી અજીવ પુદ્ગલોની સ્થિતિ ઓછામાં ઓછી એક સમય અને વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધીની સ્થિતિ તીર્થકરોએ વર્ણવી છે.
૧૪. તે રૂપી અજીવ પુગલો પરસ્પર વિખૂટા પડી ફરીથી મળે તેનું અંતર ઓછામાં ઓછું એક સમયનું અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું હોય છે.
૧૫. (હવે ભાવથી અજીવરૂપી પુદ્ગલના ભેદો કહે છે :) વર્ણથી, ગંધથી, રસથી, સ્પર્શથી અને સંસ્થાન (આકૃતિ)થી એમ તેઓના પાંચ પ્રકારો જાણવા.
૧૬. વર્ણથી પરિણામ પામેલા તે પુલના પાંચ પ્રકારો હોય છે. ૧. કાળા, ૨. લીલા,, ૩. રાતા, ૪. પીળા અને ૫. ધોળા.
૧૭. ગંધથી તે બે પ્રકારે પરિણામ પામે છે. સુરભિ (સુગંધી) ગંધવાળા ને ૨. દુરભિ ગંધવાળા.
૧૮. રસથી તે પાંચ પ્રકારે પરિણત હોય છે. ૧. તીખા, ૨. કડવા, ૩. કસાયલા, ૪. ખાટા અને ૫. મીઠા.
૧૯. સ્પર્શથી તે આઠ પ્રકારે પરિણત કહેવાય છે. ૧. કર્કશ, ૨. કોમળ, ૩. ભારે, ૪. હળવા.
૨૦. ૫. ઠંડા, ૬, ઊના, ૭. સ્નિગ્ધ અને ૮. લુખા. આ પ્રમાણે સ્પર્શથી આઠ પ્રકારનાં કહ્યાં છે.