________________
જીવાજીવવિભક્તિ
આખા સંસારનું સ્વરૂપ તેના લક્ષ્યમાં આવી ગયા પછી આત્માભિમુખ થઈ એ અનુભવ પોતામાં કરતો રહે છે અને આત્મલક્ષ્યની દોરી પર ધ્યાન આપી વર્તમાન કર્મોનો રોધ કરે છે. પછી પૂર્વ કર્મોના સંયોગથી છૂટે છે અને એમ થતાં શુદ્ધ ચૈતન્ય બને છે.
ભગવાન બોલ્યા :
૨૪૧
:
૧. જેને જાણીને ભિક્ષુ સંયમમાં ઉપયોગપૂર્વક ઉદ્યમવંત થાય છે તે જીવ અને અજીવના જુદા જુદા ભેદોને કહું છું : તમે એકાગ્ર ચિત્તથી મને સાંભળો. ૨. જેમાં જીવ અને અજીવ એ બંને તત્ત્વો હોય તેને તીર્થકરોએ લોક કહ્યો છે. અજીવનો એક દેશ એટલે કે જ્યાં માત્ર આકાશ છે- બીજા કોઈ પદાર્થ નથી તેને અલોક કહ્યો છે.
૩. જીવ અને અજીવોનું નિરૂપણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર પ્રકારથી થાય છે.
૪. મુખ્યત્વે રૂપી અને અરૂપી એમ અજીવ તત્ત્વના બે ભેદો થાય. તેમાં રૂપી ચાર પ્રકારનાં અને અરૂપી દસ પ્રકારનાં છે.
૫. ધર્માસ્તિકાયના ૧. સ્કંધ, ૨. દેશ અને ૩. પ્રદેશ અને અધર્માસ્તિકાયના ૪. સ્કંધ, પ. દેશ તથા ૬. પ્રદેશ.
૬. અને આકાશાસ્તિકાયના, ૭. સ્કંધ, ૮. દેશ અને ૯. પ્રદેશ તથા ૧૦. અધ્યાસમય (કાળતત્ત્વ), એમ બધા મળી અરૂપીના દસ ભેદો થાય છે. નોંધ : કોઈ પણ સંપૂર્ણ દ્રવ્યના આખા વિભાગને સ્કંધ કહેવાય છે. સ્કંધના અમુક કલ્પેલા વિભાગને દેશ કહેવાય છે અને સૌથી નાનો વિભાગ કે જેના બે ખંડ ન થઈ શકે પણ સ્કંધ સાથે જોડાયેલો હોય તો તેને પ્રદેશ કહેવાય છે. અને તેવો સૂક્ષ્મ ભાગ સ્કંધથી અલગ થઈ જાય તો તેને પરમાણું કહેવાય છે.
૭. (ક્ષેત્રનું વર્ણન :) ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બંને દ્રવ્યોનું ક્ષેત્ર લોક પ્રમાણે છે અને આકાશાસ્તિકાયનું ક્ષેત્ર સંપૂર્ણ લોક અને અલોકમાં પણ છે. સમય (કાળ)નું ક્ષેત્ર મનુષ્યક્ષેત્રના પ્રમાણ જેટલું છે (એટલે કે ૪૫ લાખ યોજન સુધી છે.
૮. (કાળનું વર્ણન :) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યો કાળની અપેક્ષાએ અનાદિ અને અનંત એટલે કે દરેક કાળમાં શાશ્વત છે એમ કહ્યું છે.