________________
૨ ૩૮
ઉત્તરાધ્યયન સૂત્ર ૫. તેવા ઉપાશ્રયમાં ભિક્ષુને ઇંદ્રિયોનો સંયમ કઠિન થઈ પડે છે. કારણ કે સ્થાન કામ અને રાગનું વૃદ્ધિકારક છે.
૬. માટે સ્મશાન, સૂનું ઘર કે વૃક્ષના મૂળમાં અથવા ગૃહસ્થીઓએ પોતાને માટે બનાવેલાં સાદા એકાંત મકાનમાં ભિક્ષુએ રાગદ્વેષથી રહિત થઈ વાસ કરવો.
નોંધ : તે કાળમાં દરેક ભાવિક ગૃહસ્થો પોતપોતાની ધર્મક્રિયા કરવાનું એકાંત સ્થાન પોતાના ઘરથી અલગ રાખતા હતા.
૭. જે સ્થાનમાં બહુ જીવોની ઉત્પત્તિ ન હોય, પોતાને કે પરને પીડાકારક ન હોય અને સ્ત્રીઓથી વ્યાપ્ત ન હોય તે સ્થાનને વિશે જ પરમ સંયમી ભિક્ષુને રહેવું કહ્યું (તવા સ્થાને રહેવું જોઈએ).
૮. ભિક્ષુ ઘરો કરે નહિ કે બીજા દ્વારા કરાવે નહિ, કારણ કે ઘર કરાવવાની ક્રિયામાં અનેક જીવોની હિંસા થાય છે.
૯. જેમાં સૂક્ષ્મ અને સ્થળ એવા સ્થિર અને હાલતા ચાલતા જીવોની ગૃહકાર્યમાં હિંસા થાય છે. તેથી સંયમીએ ઘર બંધાવવાની ક્રિયા છોડી દેવી.
૧૦. તે જ પ્રમાણે આહાર, પાણીને રાંધવામાં કે રંધાવવામાં પણ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ ઇત્યાદિ) અનેક જીવોનો વધ થાય છે. તેથી તે પ્રાણીઓની દયા ખાતર પોતે રાંધે નહિ તેમ રંધાવે પણ નહિ.
૧૧. જળ, ધાન્ય, પૃથ્વી અને કાઇને આશ્રયે રહેલા અનેક જીવો આહારપાણી પકવવામાં હણાય છે માટે ભિક્ષુએ તે પકાવવું નહિ.
૧૨. સર્વ દિશામાં શસ્ત્રની ધારાની પેઠે ફેલાયેલું ઘણા જીવોનો નાશ કરનાર જયોતિ (અગ્નિ) સમાન એક પણ શસ્ત્ર નથી માટે સાધુએ અગ્નિને ઉદ્દીપન કરવી નહિ.
નોંધ : ભિક્ષુ પોતે તેવી કોઈપણ જાતની હિંસક ક્રિયા કરે નહિ તેમ કરાવે કે મનથી અનુમોદન પણ આપે નહિ.
૧૩. ખરીદવા અને વેચવાની ક્રિયાથી વિરમેલો અને ઢેકું તથા સુવર્ણ જેને સમાન છે તેવો ભિક્ષુ સુવર્ણ તથા ચાંદીને મનથી પણ ઇચ્છે નહિ.
નોંધ : જેમ ઢેફાને નિર્મુલ્ય જાણી કોઈ અડકતું નથી તેમ ભિક્ષુ સુવર્ણને જોવા છતાં અડકે નહિ. કારણ કે ત્યાગ કર્યા પછી સુવર્ણની કિંમત તેને મન ઢેફા સમાન સ્વાભાવિક થઈ જાય છે.