SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ અણગારાધ્યયન ૨૩૭ અધ્યયન : પાંત્રીસમું અણગારાધ્યયન સંસારના બાહ્ય બંધનોથી છૂટવું પણ કંઈ સહેલું નથી. સંસારના ક્ષણભંગુર પદાર્થોમાં કૈક બિચારા ભોગવિલાસી જીવો રાચી રહ્યા છે, રખડી રહ્યા છે અને સ્વચ્છંદી જીવન ગુજારીને આ લોક અને પરલોકમાં પરમ વેદનાને દેનારાં કર્મોનો સંચય કરી રહ્યા છે. ત્યાં કોઈ હળુકર્મી જીવને જ સભાવ કે વૈરાગ્ય જાગે છે. અને ત્યાગની તાલાવેલી લાગે છે. આવું ત્યાગી જીવન દુર્લભ હોવા છતાં કદાચ પામી શકાય પરંતુ ઘરબાર, સગાંવહાલાં એ બધું છોડ્યા પછી તેટલામાં જ જીવન વિકાસની સમાપ્તિ થઈ જતી નથી. જેટલું સ્થાન ઊંચું તેટલી જ જવાબદારી અધિક થતી જવાની વગેરે કેટલાં કડક, ઉદાર અને પવિત્ર હોવાં જોઈએ તેનાં અહીં વિધાન છે. ભગવાન બોલ્યા : ૧. જે માર્ગને આચરવાથી ભિક્ષુ દુ:ખનો અંત કરી શકે તેવા તીર્થકરના બતાવેલા માર્ગને હું તમને કહી સંભળાવું છું. તેને એકાગ્ર ચિત્તથી તમે સાંભળો. ૨. જે ભિક્ષુસાધક ગૃહસ્થવાસને છોડીને પ્રવ્રયા માર્ગમાં ગયેલો છે તેણે આ આસક્તિઓને બરાબર સમજી લેવી જોઈએ, કે જે આસક્તિઓથી મનુષ્યો બંધાય છે. નોધ : સમજી લેવી એટલે બરાબર જાણીને ત્યાગ કરવો જોઈએ. ૩. તે જ પ્રમાણે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, અપ્રાપ્ત વસ્તુઓની ઇચ્છા અને મેળવેલાનો પરિગ્રહ એ પ્રમાણે આ પાંચસ્થાનોને સંયમીએછોડી દેવાં. ૪. ચિત્રવાળું પુષ્પ અને અગરચંદનના ધૂપથી સુગંધિત, સુંદર શ્વેત વસ્ત્રના ચંદરવાથી શણગારેલું અને સુંદર કમાડવાળું એવું મનોહર ઘર ભિક્ષુ મનથી પણ ઇચ્છે નહિ. નોંધ : આવા સ્થાને ન રહેવા માટે જે કહ્યું છે તેનું ખાસ કારણ એ છે કે બહારનું સૌંદર્ય પણ કેટલીક વખત જોવાથી બીજકરૂપે રહેલા વિકારાદિ દોષોને ઉત્તેજિત કરવામાં નિમિત્તરૂપ થાય છે.
SR No.008087
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy