________________
થનાર એક માત્ર કૉલેજ તે એચ. એલ. કૉલેજ ઑફ કોમર્સ બની. ૩૩ વર્ષ સુધી કૉલેજના પ્રાધ્યાપક તરીકે અને તેમાંય ૨૨ વર્ષ એચ.એલ.કૉલેજ ઑફ કૉમર્સ જેવી પ્રતિષ્ઠિત કોલેજમાં સેવા આપનાર ડૉ. આર. એલ. સંઘવીને એમના નિવૃત્તિ સમયે એમના ચાહકો અને વિદ્યાર્થીઓએ ઉદાહરણીય સમારંભ યોજયો હતો. એ સમયે રચાયેલી ‘મિ. આર. એલ. સંઘવી સન્માન સમિતિ’ના ભંડોળમાં થોડો વધાર રહેતા ‘વિધા વિકાસ ટ્રસ્ટ' નામની સંસ્થાનું સર્જન થયું. જેના દ્વારા આજે શિક્ષણ-વિષયક પ્રવચનો તેમજ શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનું કાર્ય કરનાર વ્યક્તિને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. દીવ દીવો પેટાય તે આનું નામ ! | ડૉ. આર. એલ. સંઘવીએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનને ત્રણ લાખ રૂપિયાનું દાન આપ્યું. જેમાંથી આજે પ્રતિ વર્ષ અર્થશાસ્ત્રના વિષયમાં નામાંકિત અને નિષ્ણાત એવી વ્યક્તિનું વાર્ષિક પ્રવચન યોજાય છે. આનું પ્રથમ પ્રવચન ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર અને હાલના આંધ્રપ્રદેશના ગવર્નર એવા ડૉ. સી. રંગરાજને આપ્યું હતું.
ડૉ. આર. એલ. સંઘવીની પ્રતિભાનો લાભ માત્ર કેળવણીના ક્ષેત્રને મળ્યો છે એવું નથી, પરંતુ સમાજની અનેકવિધ સેવાઓ કરનારી જુદી જુદી સંસ્થાઓને પણ એમની કાર્યકુશળતા દૂરંદેશીનો લાભ મળ્યો છે. જૈન જાગૃતિ સેન્ટર-કર્ણાવતીના સ્થાપક તરીકે તેમજ મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, ઝાલાવાડ વીસા શ્રીમાળી સ્થાનકવાસી સમાજ અને સમાન મેમ્બર્સ એસોસિયેશનના પ્રમુખ તરીકે તેઓ કાર્યરત છે. શ્રી ચંપકલાલ ચુનીલાલ શાહ કલ્યાણ કેન્દ્ર, સુલભ હેલ્થ એન્ડ હાર્ટ કેર ફાઉન્ડેશન, મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર અને વિદ્યાવિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેઓ સેવા આપે છે. તપોવન સંસ્કારપીઠના સલાહકાર તરીકે તેઓ આ ધાર્મિક સંસ્થાને અદ્યતન દષ્ટિ અને રૂપ આપી રહ્યા છે. એમનાં આ બધા કાર્યોની સફળતા પાછળ એમનાં પત્ની શ્રીમતી મંજુલાબહેન સંઘવીનો આતિથ્યપ્રિય હસમુખો સ્વભાવ કારણભૂત છે. પરગજુવૃત્તિ ધરાવતાં મંજુલાબહેનનાં સૌમ્ય પ્રકૃતિ અને સેવાપરાયણ ભાવનાશીલ વ્યક્તિત્વથી સમાજમાં આગવી સુવાસ ધરાવે છે.
આજના સમયમાં કેળવણી ક્ષેત્રે ચોપાસ ભ્રષ્ટાચાર અને અંધાધૂધી જોવા મળે છે એવા સમયે ડૉ. આર. એલ. સંઘવી આજની પેઢીને માટે દીવાદાંડીરૂપ છે. નિયમિતતા અને વ્યવસ્થા માટેના એમના આગ્રહા સંસ્થાને સુંદર સ્વરૂપ આપે છે. આમ શિક્ષણ, સમાજ, ધર્મ અને માનવકલ્યાણ જેવા વિવિધ ક્ષેત્રોમાં ડૉઆર.એલ. સંઘવીએ કરેલું પ્રદાન દૃષ્ટાંતરૂપ બની રહ્યું છે.
લક્ષ્મીચંદભાઈ, લક્ષ્મીબહેન, રજનીકાન્તભાઈ તથા સમગ્ર પરિવાર પ્રારંભથી જ મુનિશ્રી સંતબાલજીનાં ભક્ત અને અનુયાયી રહેલ છે. સ્વ. લક્ષ્મીચંદભાઈએ મહાવી. સાહિત્ય પ્રકાશન મંદિરના માનદ્ મંત્રી તરીકે અનન્ય સેવા આપેલી છે. વર્તમાનમાં રજનીકાન્તભાઈ મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિરના પ્રમુખ છે. આચારાંગસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિકસૂત્ર, ઇત્યાદિ સૂત્રો ગુજરાતી ભાષામાં મુનિશ્રીએ લખ્યાં છે અને તેનું ચિરંતન મૂલ્ય છે. 'ઉત્તરાધ્યયનસૂનની નવી આવૃત્તિ તેમના આર્થિક યોગદાનથી પ્રકાશિત થઈ રહેલ છે.
-કુમારપાળ દેસાઈ
૨૬