________________
વિરલ વ્યક્તિત્વ : ડો. આર. એલ. સંઘવી પિતા લક્ષ્મીચંદભાઈ અને માતા લક્ષ્મીબહેન પાસેથી મળેલો ઉજ્જવળ સંસ્કાર વારસો, પ્રખર તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી, કૉલેજના આચાર્ય તરીકે દૃષ્ટાંતરૂપ સંચાલન અને કેળવણી, આરોગ્ય માનવસેવા જેવાં અનેકવિધ ક્ષેત્રોમાં મહત્ત્વનું પ્રદાન કરનાર રજનીકાન્ત એલ. સંઘવીએ એમની નિષ્ઠા અને કાર્યદક્ષતાથી સમાજમાં આગવી પ્રતિભા ઊભી કરી છે. પિતા લક્ષ્મીચંદભાઈએ સ્થાનકવાસી સમાજની સર્વતોમુખી ઉન્નતિ માટે અથાગ પ્રયાસ કર્યો. આજે પણ અમદાવાદના નારણપુરા વિસ્તારનો સ્થાનકવાસી જૈન ઉપાશ્રય “સ્વ. લક્ષ્મીચંદભાઈ ઝવેરચંદ સંઘવી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય' એવું નામાભિધાન ધરાવે છે. મુંબઈ, અમદાવાદ, વઢવાણ અને લીંબડી જેવાં શહેરોમાં એમણે જૈન સંઘો, ઉપાશ્રયો, કન્યા કેળવણી, છાત્રાલય પ્રવૃત્તિ તેમજ માનવરાહતનાં કાર્યો માટે એમણે દાનની ગંગા વહેવડાવી હતી. લક્ષ્મીચંદભાઈનાં પત્ની લક્ષ્મીબહેન પોતે ભણ્યાં નહોતાં, પરંતુ બીજા ખૂબ ભણે અને આગળ વધે એવી ભાવનાથી એમણે કન્યાકેળવણીમાં જીવંત રસ લીધો હતો. ડૉ. રજનીકાંત સંઘવીએ બી.એ., એમ.એ. એલએલ.બી.ની પદવી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવ્યા બાદ અમેરિકાની યુનિવર્સિટી ઓફ વિસ્કીન્સીનમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ દેશના લબ્ધપ્રતિષ્ઠ અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાળાના માર્ગદર્શન હેઠળ ૧૯૭૭માં પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓએ યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સીનમાં અભ્યાસ કરવા માટે Smith-Mundi અને Fulbright સ્કોલરશીપ મેળવી હતી.
- ૧૯૫થી શિક્ષણના વ્યવસાયમાં કાર્યરત એવા ડૉ. આર. એલ. સંઘવી ૧૯૬૯માં અમદાવાદની સુપ્રસિદ્ધ એચ. એલ. કોલેજ ઑફ કૉમર્સમાં આચાર્ય અને અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા. અમદાવાદની એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સ કેળવણીની ઉત્તમ પ્રણાલિકા અને શિસ્તની પરંપરા ધરાવતી હતી. આચાર્ય શ્રી એસ. વી. દેસાઈએ આ કૉલેજમાં સ્થાપેલી શિસ્ત અને કેળવણીની પરંપરાને ડૉ. આર. એલ. સંઘવીએ સતત બાવીસ વર્ષ સુધી જાળવી રાખી. કૉલેજમાં વિદ્યાર્થીઓમાં પ્રિય, વિષયના ઊંડા અભ્યાસી, કાર્યક્ષમ વહીવટકર્તા અને શિસ્ત તથા મૂલ્યોના આગ્રહી આચાર્ય અને અધ્યાપક તરીકે યુનિવર્સિટીના કેળવણી-જગતમાં એમણે આગવું સ્થાન હાંસલ કર્યું. અધ્યાપનકાર્યની સાથોસાથ અર્થશાસ્ત્રના વિષયમાં એમનાં સંશોધનપત્રો અને પુસ્તકો પ્રકાશિત થતાં રહ્યાં.
વર્ગખંડના સફળ શિક્ષક તરીકે ડૉ. આર. એલ. સંઘવીએ અપાર ચાહના મેળવી. શિસ્તના આગ્રહી એવા ડૉ. આર. એલ. સંઘવીએ કેળવણીની ઉચ્ચ પરંપરા જાળવવા માટે સિદ્ધાંત કે ગુણવત્તાના ભોગે ક્યારેય કોઈ સમાધાન કર્યું નહોતું. ઉચ્ચ શિક્ષણમાં સર્વત્ર ઉદાસીનતા, ગેરશિસ્ત અને અવ્યવસ્થા પ્રવર્તતી હતી, ત્યારે પ્રિ. આર. એલ. સંઘવીએ એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સમાં કેળવણીના ઉચ્ચ મૂલ્યો જાળવી રાખ્યાં. ૧૯૭૯માં ગુજરાત સરકારે ગુજરાતની આર્ટ્સ, સાયન્સ, કૉમર્સ અને એજયુકેશન કૉલેજોમાંથી જે સર્વશ્રેષ્ઠ કૉલેજ હોય તેને ૫૦,૦૦૦ રૂ. નું પારિતોષિક આપવાનું નક્કી કર્યું અને પહેલે જ વર્ષે એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સન બેસ્ટ કૉલેજ એવોર્ડ એનાયત થયો. એ પછી પુનઃ ૧૯૮૪માં આ કૉલેજને ‘બેસ્ટ કોમર્સ કોલેજ'નો એવોર્ડ મળ્યો. સમગ્ર ગુજરાતના કેળવણી જગતમાં બે-બે વખત આવા એવોર્ડથી સન્માનિત
૨પ