________________
૨૩૬
ઉત્તરાધ્યયન સૂત્ર પદ. કૃષ્ણ, નીલ અને કાપોતી એ ત્રણે અધર્મ વેશ્યાઓ છે. અને એ ત્રણ વેશ્યાઓથી જીવાત્મા દુર્ગતિ પામે છે.
પ૭. તેજો, પદ્મ અને શુકલ એ ત્રણે ધર્મ લેશ્યાઓ છે. અને એ ત્રણ લેશ્યાઓથી જીવાત્મા સુગતિ પામે છે.
૫૮-૫૯. મરણ વખતે આગલા ભવને માટે જીવાત્મામાં જ્યારે લેશ્યાઓ પરિણામ પામતી હોય તે વખતે પહેલે સમયે કે અંતિમ સમયે કોઈ પણ જીવોની ઉત્પત્તિ થતી નથી.
૬૦. સારાંશ કે મરણાંતે આગામી ભવની વેશ્યાઓ પરિણમ્યા પછી અંતમુહૂર્ત બાદ અને અંતમુહૂર્ત બાકી રહે તે વખતે જીવો પરલોકને વિશે જાય છે.
નોંધ : લેયાઓની રચના એવી હોય છે કે તે જે ગતિમાં જવાનું હોય તેવા આકારમાં મૃત્યુની એક સમય પહેલાં જ પરિણત થાય છે.
૬૧. માટે આ બધી વેશ્યાઓના પરિણામોને જાણીને ભિક્ષુ અપ્રશસ્ત લેશ્યાઓને છોડી પ્રશસ્ત લેશ્યાઓમાં અધિષ્ઠાન કરે.
નોંધ : શુભને સૌ ઈચ્છે છે. અશુભને કોઈ નથી ઇચ્છતું. શુભ કેવળ વિચારથી ન પામી શકાય. શુભને માટે સતત શુભ પ્રયત્ન થવો ઘટે.
અપ્રશસ્ત લેશ્યાઓનું ઉત્પન્ન થવું સ્વાભાવિક છે. તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો પડતો નથી. ઈર્ષ્યા, ક્રોધ, દ્રોહ, ક્રૂરતા, અસંયમ, પ્રમત્તતા, વાસના અને માયા વગેરે બધું નિમિત્ત મળતાં જીવાત્મા ઇચ્છાએ કે અનિચ્છાએ સહસા કરી નાખે છે. પરંતુ કોમળતા, વિશ્વપ્રેમ, સંયમ, ત્યાગ, અર્પણતા અને અભયતા વગેરે ઉચ્ચ સગુણો આરાધવા ત્યાં જ કઠિનતા છે. ત્યાં જ કસોટી છે અને ત્યાં જ ઉપયોગની આવશ્યકતા છે.
આવી સરાણે ચઢનાર સાધક જ શુભ, સુંદર અને પ્રશસ્ત લેશ્યાઓને પામી શકે છે.
એમ કહું છું : એ પ્રમાણે વેશ્યા સંબંધી ચોત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.