________________
લેશ્યા
૨૩૫
૪૫. શુકલ લેડ્યા સિવાય બાકીની વેશ્યાની તિર્યંચ અને મનુષ્યની સ્થિતિ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય, ચાર ઇંદ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ તથા સંમૂર્ણિમ અને ગર્ભજ મનુષ્યો પૈકી) જેને જયાં જયાં જે જે કૃષ્ણાદિક પાંચ લેશ્યાઓ પ્રાપ્ત થાય તે પ્રત્યેકની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ કેવળ અંતમુહૂર્ત કાળની જાણવી. (તથી કેવળજ્ઞાની આમાંથી બાદ થાય છે.)
૪૬. કેવળી (ભગવાનની શુકલ લેશ્યા કહે છે :) શુકલ લેશ્યાદિની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વમાં માત્ર નવ વર્ષ ઓછા કાળની જાણવી.
૪૭. આ પશુ અને મનુષ્યોની લેશ્યાસ્થિતિ વર્ણવી. હવે દેવોની લયાસ્થિતિ વર્ણવીશ.
૪૮. કૃષ્ણલેશ્યાની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની જાણવી.
૪૯. નીલ ગ્લેશ્યા સ્થિતિ જઘન્ય કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં એક સમય અધિક અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની જાણવી.
૫૦. કાપોતી વેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ નીલ વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં એક સમય અધિક અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની જાણવી.
૫૧. હવે ભવનપતિ, વ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક એ ચાર જાતિના દેવોમાં રહેલી તેજોલેસ્થાની સ્થિતિ કહીશ.
પર. તેજોલેશ્યાની સ્થિતિ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ બે સાગરોપમની ઉપર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી અધિક જાણવી.
૫૩. તેજલેશ્યાની સ્થિતિ જધન્ય દશ હજાર વર્ષની (ભવનપતિ અને વ્યંતર દેવોની અપેક્ષાએ) જાણવી અને ઉત્કૃષ્ટ બે સાગરોપમની ઉપર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક (વૈમાનિક દેવોની અપેક્ષાએ) જાણવી. - ૫૪. પદ્મશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ તેજોલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં એક સમય અધિક અને વધુમાં વધુ દસ સાગરોપમની ઉપર એક મુહૂર્ત અધિક જાણવી.
પ૫. શુકલ લેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ પલ્બલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં એક સમય અધિક અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની ઉપર એક મુહૂર્ત અધિક જાણવી.