________________
૨૩૪
ઉત્તરાધ્યયન સૂત્ર ૩૩. અસંખેય અવસર્પિણી અને ઉત્સર્પિણીનાં જેટલા સમય અને સંખ્યાતીત લોકના જેટલા આકાશ પ્રદેશો હોય તેટલાં શુભ-અશુભ લેશ્યાઓનાં સ્થાનો જાણવાં.
નોંધ : દસ ક્રોડાક્રોડી સાગરોપમની એક અવસર્પિણી (ઊતરતો) કાળ અને દસ ક્રોડાકોડી સાગરોપમની એક ઉત્સર્પિણી (ચડતો) કાળ ગણાય છે.
૩૪. કૃષ્ણ વેશ્યાની સ્થિતિ જઘન્ય અંતમૂહુર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની ઉપર એક મુહૂર્ત જાણવી.
નોંધ : પરલોકમાં જે લેગ્યા મળવાની હોય તે વેશ્યા મરણ પહેલાં એક અંતમુહૂર્ત વહેલી આવે છે. એટલે એક અંતમુહૂર્ત ઉમેર્યું છે.
૩૫. નીલલેશ્યાની સ્થિતિ જધન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમ ઉપર પલ્યોપમના અસંખ્યાતમો ભાગ વધારે જાણવી.
૩૬. કાપોતી વેશ્યાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ ઉપર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ વધારે જાણવી.
૩૭. તેજોવેશ્યાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ બે સાગરોપમની ઉપર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ વધારે જાણવી. - ૩૮. પદ્મ લેશ્યાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમની ઉપર એક અંતમુહૂર્ત અધિક જાણવી.
૩૯. શુકલેશ્યાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની ઉપર એક અંતમુહૂર્ત અધિક જાણવી.
૪૦. આ તો ખરેખર લેશ્યાઓની સમુચ્ચય (સંગ્રહ) સ્થિતિ કહી. હવે ચારે ગતિઓમાં વેશ્યાઓની સ્થિતિ ભિન્ન ભિન્ન પ્રકારે કહીશ,
૪૧. (નરક ગતિની વેશ્યાસ્થિતિ કહે છે :) કાપોતી લેગ્યાની સ્થિતિ જધન્ય દસ હજાર વર્ષ અને વધુમાં વધુ ત્રણ સાગરોપમની ઉપર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક જાણવી.
૪૨. નીલ લશ્યાની સ્થિતિ જઘન્ય ત્રણ સાગરોપમની ઉપર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમની ઉપર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક જાણવી ,
૪૩. કૃષ્ણલેશ્યાની સ્થિતિ જઘન્ય દસ સાગરોપમની ઉપર પલ્યોપમો અસંખ્યાતમો ભાગ અધિક અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની જાણવી.
૪૪. નરકના જીવોની આ લશ્યાસ્થિતિ વર્ણવી. હવે પશુ, મનુષ્ય અને દેવોની લેશ્યાસ્થિતિ વર્ણવીશ.