________________
૨૩૩
લેશ્યા
૨૦. તે છએ વેશ્યાઓના પરિણામ અનુક્રમે ત્રણ, નવ, સત્તાવીસ, એકાસી અને બસો તેતાળીશ પ્રકારનાં જાણવાં.
નોંધ : ત્રણ એટલે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ,પછી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ક્રમથી ત્રણ ત્રણ ભેદો વધારતા જવા.
લેશ્યાનાં લક્ષણો : ૨૧. પાંચે આસ્ત્રવો (મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભ યોગ)ને નિરંતર સેવન કરનાર મન, વચન અને કાયાથી અસંયમી છે કાયની હિંસાથી નહિ વિરમેલો, આરંભમાં આસક્ત, પાપનાં કાર્યોમાં સાહસિક અને શુદ્ર
૨૨. ક્રૂર, અજિતેન્દ્રિય અને સર્વનું અહિત કરનાર કુટિલ ભાવનાવાળો. આવા બધા યોગથી જોડાયેલો જીવ કૃષ્ણ લેશ્યાનાં પરિણામવાળો જાણવો.
૨૩.-૨૪. ઈર્ષાળુ, કદાગ્રહી (અસહિષ્ણુ), તપ નહિ આદરનાર, અજ્ઞાની, માયાવી, નિર્લજ, લંપટ, દ્વેષી, રસલોલુપી, શઠ, પ્રમાદી, સ્વાર્થી, આરંભી, ક્ષુદ્ર અને સાહસિક ઇત્યાદિ ક્રિયાઓથી જોડાયેલો જીવાત્મા નીલ લેશ્યાવાળો ગણાય.
૨૫.-ર૬. વાણીમાં અને વર્તનમાં વક્ર (અપ્રમાણિક), માયાવી, અભિમાની, પોતાના દોષને છુપાવનાર, પરિગ્રહી, અનર્થ મિથ્યાદ્રષ્ટિ, ચોર, અભિમાની અને બીજાના કાળજાને ભેદી નાખે તેવો કઠોરભાષી, આ બધા યોગોથી જોડાયેલો જીવાત્મા કાપતી વેશ્યાવાન હોય છે.
૨૭.-૨૮. નમ્ર, ચપળ, સરળ, અકુતૂહલી, વિનીત, દાન્ત, તપસ્વી યોગી ધર્મમાં દઢ, ધર્મપ્રેમી, પાપભીરુ અને કલ્યાણનો ઈચ્છુક વગેરે વિશેષણોથી જોડાયેલો જીવાત્મા તેજો વેશ્યાવાન જાણવો.
૨૯. જે મનુષ્યને ક્રોધ, માન, માયા અને લોભ અલ્પ હોય, ચિત્ત શાંત હોય, દમિતેન્દ્રિય, યોગી, તપસ્વી,
૩૦. અલ્પભાષી, ઉપશમ રસમાં જીતનાર અને જિતેન્દ્રિય એ બધા વિશેષણોથી જોડાયેલો પમલેશ્યાનો ધણી જાણવો.
૩૧. આર્ત અને રૌદ્ર એ બંને દુર્ગાનોને છોડીને જે ધર્મ અને શુકલધ્યાન ધરે છે તથા રાગદ્વેષ રહિત, શાંતચિત્તવાળો, દમિતેન્દ્રિય અને પાંચ સમિતિઓ તથા ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત- ૩૨, અલ્પરાગી અથવા વીતરાગી, ઉપશાંત અને જિતેન્દ્રિય વગેરે વ્યાપારોથી જોડાયેલો હોય છે તે જીવ શુકલ વેશ્યાવાન જાણવો.