________________
૨૩૨
ઉત્તરાધ્યયન સૂત્ર ૯. શુકલ લશ્યાનો વર્ણ શંખ, અંકરત્ન, મચકુંદનાં ફૂલ, દૂધની ધાર અને રૂપાના હાર જેવો ઉવલ હોય છે.
૧૦. કૃષ્ણ લેશ્યાનો રસ કડવા તુંબડાનો, કડવા લીંબડાનો તથા કડવી રોહિણીનો રસ જેટલો કડવો હોય તેના કરતાં સ્વાદમાં અનંત ગણો કડવો જાણવો.
૧૧. નીલ ગ્લેશ્યાનો રસ સૂંઠ, મરી અને પીપરના રસનો સ્વાદ કે હસ્તિ પિપ્પિલી (ગજપીપ)ના રસનો સ્વાદ તીણ હોય તે કરતાં પણ અનંત ગણો તીખો જાણવો.
૧૨. કાપોતી વેશ્યાનો રસ કાચા આંબાના ફળનો સ્વાદ, કાચા કોઠાના રસનો સ્વાદ અને તુંબરના ફળના સ્વાદ જેવો હોય તેના કરતાં અનંત ગણો તુરો જાણવો.
૧૩. તેજોલેશ્યાનો રસ પાકા આમ્રફળના રસનો સ્વાદ અને પાકા કોઠાના રસનો સ્વાદ હોય તે કરતાં અનંતગણી ખટમીઠો જાણવો.
૧૪. પા લશ્યાનો રસ ઉત્તર વારુણી તથા ભિન્ન ભિન્ન પ્રકારના મધુ અને મેરક આસવ, વગેરે દારૂઓના રસથી પણ અનંતગણો ખટમીઠો જાણવો.
૧૫. શુકલ લેગ્યાનો રસ ખજુર, દ્રાક્ષ, દૂધ, ખાંડ અને સાકરના રસનો સ્વાદ હોય તે કરતાં અનંતગણો મીઠો જાણવો.
૧૬. કૃષ્ણ, નીલ અને કાપોતી એ ત્રણે અશુભ લેશ્યાઓની ગંધ મરેલી ગાય, મરેલું કૂતરું કે મરેલા સર્પની ગંધ કરતાં અનંત ગણી ખરાબ હોય છે.
૧૭. તેજલેશ્યા પબલેશ્યા અને શુકલેશ્યા એ ત્રણે પ્રશસ્ત વેશ્યાઓની ગંધ, કેવડા વગેરેનાં સુગંધી પુષ્પો તથા પીસાતા વસાણાની જેવી સુમધુર ગંધ હોય તે કરતાં અનંતગણી પ્રશસ્ત હોય છે.
૧૮. કૃષ્ણ, નીલ અને કાપોતી એ ત્રણે વેશ્યાઓના સ્પર્શ કરવત, ગાય અને બળદની જીભ અને સાગવૃક્ષના પત્ર કરતાં અનંત ગણો કર્કશ હોય છે.
૧૯. તેજો, પદ્મ અને શુકલ એ ત્રણે લશ્યાનો સ્પર્શ માખણ, સરસવનું ફૂલ અને બૂર નામની વનસ્પતિના સમાન સ્પર્શ કરતાં અનંત ગણો કોમળ હોય છે.