SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા ૨૩૧ છતાં કાર્ય વિશેષથી તે વસ્તુનું અનુમાન જરૂર કાઢી શકાય. ક્રોધી મનુષ્યના ચહેરા પર દેખાતી ભયંકરતા, તેની સાહસિકતા, ગાત્રનું કંપન તથા ઉષ્ણતા વગેરે બધાં એકાંત ઝેરનાં સૂચક છે. વૈજ્ઞાનિક શોધથી અત્યંત ક્રોધ વખતનું સોણિતબિંદુ ઝેરમય હોય છે, અને તે દ્વારા મનુષ્યનાં મરણ થયાના પણ અનેક દૃષ્ટાંતો પ્રત્યક્ષ દેખાયાં છે. એટલે તે વસ્તુને વિશેષ સમજાવવાની આવશ્યકતા રહેતી નથી. વેશ્યાઓ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. તેમાં પહેલી ત્રણ અપ્રશસ્ત અને છેલ્લી ત્રણ પ્રશસ્ત છે. તે અપ્રશસ્તને ત્યાગી પ્રશસ્તની આરાધના કરવી એ મુમુક્ષુજનને બહુ બહુ આવશ્યક છે. ભગવાન બોલ્યા : ૧. હવે અનુક્રમથી હું લેસ્યા અધ્યયનને કહીશ. એ એ કર્મ લેશ્યાના અનુભાવોને કહેતા એવા મને સાંભળો : નોંધ : કર્મ લેગ્યા એટલા માટે કહી છે કે તે કર્મની સ્થિતિ ઉત્પન્ન કરે છે. અનુભાવ એટલે તીવ્ર કે મંદ રૂપે રસનું સંવેદન. ૨. (લેશ્યાના અગિયાર બોલો કહે છે :) વેશ્યાઓના ૧. નામ, ૨. વર્ણ, ૩. રસ, ૪, ગંધ, ૫. સ્પર્શ, ૬. પરિણામ, ૭. લક્ષણ, ૮. સ્થાન, ૯. સ્થિતિ, ૧૦. ગતિ અને ૧૧. ચ્યવન. (જયારે અંતમુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે આગામી ભવની જે લેગ્યા ઉત્પન્ન થાય તે) વગેરેને સાંભળો. ૩. ૧. કૃષ્ણ લેશ્યા, ૨. નીલ વેશ્યા, ૩. કાપોતી લેગ્યા, ૪. તેજો લેશ્યા, ૫. પદ્મ લેશ્યા અને ૬. શકલ લેગ્યા. એ તેઓના ક્રમપૂર્વક નામો છે. ૪. કૃષ્ણલેશ્યાનો વર્ણ જળવાળાં વાદળ, પાડાનાં શિંગડાં, અરીઠા, ગાડાની મળી, કાજળ અને આંખની કીકી જેવો શ્યામ હોય છે. પ. નીલ વેશ્યાનો વર્ણ લીલાં અશોકવૃક્ષ, નીલ ચાસ પક્ષીની પાંખ અને સ્નિગ્ધ વૈડૂર્ય નીલમણિ જેવો હોય છે. ૬. કાપોતી વેશ્યાનો વર્ણ અળશીનાં ફૂલ, કોયલની પાંખ અને પારેવાની ડોક જેવો હોય છે. નોંધ : કાપોતી વેશ્યાનો વર્ણ કિંઈક કાળો અને કંઈક લાલ હોય છે. ૭. તેજો વેશ્યાનો વર્ણ હિંગળાના જેવો, ઊગતા સૂર્ય જેવો, સૂડાની. ચાંચ જેવો અને દીપકની પ્રભા જેવો હોય છે, ૮. પદ્મ લેશ્યાનો વર્ણ હળદરનાં કટકા જેવો અને શણ (ધાન્ય વિશેષ)ના તથા અશણના ફળના રંગ જેવો પીળો જાણવો.
SR No.008087
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy