________________
કર્મપ્રકૃતિ
૨ ૨૯ નોંધ : વેદનીય કર્મના બે ભેદોમાં સાતાવેદનીય કર્મની સ્થિતિ પંદર ક્રોડા ક્રોડી સાગરોપમ હોય છે. સાગરોપમ એટલે સાગરની માફક ઉપમાવાળા, અર્થાત્ મોટી સંખ્યાવાળી સ્થિતિનું કાળપ્રમાણ છે.
૨૧. મોહનીય કર્મની કાળસ્થિતિ ઓછામાં ઓછી અંતમૂહુર્ત કાળની અને વધારેમાં વધારે સીત્તેર ક્રોડા ક્રોડી સાગરોપમની કહી છે.
૨૨. આયુષ્ય કર્મની સ્થિતિ જઘન્ય (ઓછામાં ઓચી) અંતમૂહુર્ત કાળની અને વધુમાં વધુ તેત્રીસ સાગરોપમની કહી છે.
૨૩. નામ કર્મ અને ગોત્રકર્મ એ બંને કર્મોની ઓછામાં ઓછી કાળસ્થિતિ આઠ અંતમુહૂર્તની છે અને વધુમાં વધુ વીસ ક્રોડા ક્રોડી સાગરોપમની છે.
૨૪. સર્વ કર્મસ્કંધોના અનુભાગો (પરિણામો કિંવા રસો)નું પ્રમાણ સિદ્ધગતિના અનંત જીવોને અનંતમે ભાગે ઓછું હોય છે. પરંતુ જો તે સર્વ કર્મના પરમાણુઓની અપેક્ષા લઈએ તો બધા (સંસારી અને સિદ્ધ) જીવો કરતાં પણ અધિક હોય છે.
નોંધ : સ્કંધ તો સંખ્યાત, અસંખ્યાત કે અનંત પરમાણુઓના બને છે. અને તેથી તેની સંખ્યા ઘણી ન્યૂન હોય છે, અને પરમાણુઓ તો લોક વ્યાપ્ત અને પ્રમાણમાં અનંતાનંત હોય છે. તેથી તેની સંખ્યા સૌથી અધિક થાય છે. જો પદાર્થની સંખ્યા જ અનંત હોય તો તેના અનુભાગોની સંખ્યા અધિક હોય તે તો સ્વાભાવિક જ છે.
૨૫. માટે એ બધાં કર્મોનાં રસોને જાણીને એ કર્મોને બાંધે નહિ અને બંધાયેલાં કર્મોનો ત્યાગમાં ડાહ્યો સાધક સતત ઉપયોગ રાખે.
નોંધ : કર્મનાં પરિણામ તીવ્ર ભયંકર છે. કર્મવેદનાનું સંવેદન તીણ શસ્ત્ર જેવું અસહ્ય છે. કર્મનો ફાયદો કંપાવી મૂકે તેવો કઠણ છે. કર્મનાં બંધન ચેતનનાં સામર્થ્ય ઝુંટવી લે છે. ચેતનની વ્યાકુળતા એ જ કષ્ટ, એ જ સંસાર અને એ જ દુઃખ છે. એમ જાણી અશુભ કર્મથી વિરમવું અને શુભ કર્મનો સંચય કરવો. ચૈતન્ય પ્રબળ સામર્થ્ય વિકસિત થયા પછી તે શુભકર્મરૂપ સુવર્ણની બેડીથી પણ છૂટી જવાનો પુરુષાર્થ કરવો તે જ એક માત્ર જીવનનું સાફલ્ય છે.
એમ કહું છું : એ પ્રમાણે કર્યપ્રકૃતિ સંબંધી તેત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.