________________
૨૨૮
ઉત્તરાધ્યયન સૂત્ર તેથી કુલ મળી સોળ થયા. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને વેદ. એમ વળી સાત અથવા તો વેદના, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એમ મળી નવ થાય.
૧૨. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવનું આયુષ્ય એમ આયુષ્યકર્મના ચાર ભેદો છે.
૧૩. શુભ નામ અને અશુભ નામ એમ નામ કર્મ બે પ્રકારનું કહ્યું છે અને શુભ તથા અશુભના પણ પેટા ભેદો ઘણા છે.
૧૪. ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર એમ ગોત્ર કર્મ પણ બે પ્રકારનું કહ્યું છે. આઠ પ્રકારના મદ કરવાથી નીચ ગોત્ર અને મદ નહિ કરવાથી ઉચ્ચ ગોત્ર મળે છે માટે તે બંનેને આઠ આઠ પ્રકારનું વર્ણવ્યું છે.
૧૫. દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વર્યાન્તરાય એમ અન્તરાય કર્મ પણ સંક્ષેપથી પાંચ પ્રકારનું કહ્યું છે.
નોંધ : વસ્તુ મળવા છતાં ઉપયોગ કરી ન શકાય અથવા વસ્તુની પ્રાપ્તિ ન થાય તેને અંતરાય કહે છે.
૧૬. આ પ્રમાણે તે આઠે કર્મોની મૂળ અને ઉત્તર પ્રવૃતિઓ (પેટા ભેદો) વર્ણવી. હવે તેમના પ્રદેશો, તેમનું ક્ષેત્ર, તેમનો કાળ અને ભાવ કહીશ તે સાંભળો :
નોંધ : પ્રદેશાગ્ર એટલે તે તે કર્મનાં પુગલો. કારણ કે કર્મ એ જડ પદાર્થ છે.
૧૭. આઠે કર્મોનાં અનંત પ્રદેશાગ્ર (પુદ્ગલો) છે. તે બધા મળી સંસારના અભવ્ય જીવોથી અનંત ગણા હોય છે અને અનંત સિદ્ધોથી અનંતમા ભાગનાં હોય છે.
નોંધ : અભવ્ય એટલે મુક્તિ મેળવવા માટે અયોગ્ય.
૧૮. બધા જીવોનાં કર્મો સંપૂર્ણ લોકની અપેક્ષાઓ છએ દિશામાં સર્વ આત્મપ્રદેશોથી બધી રીતે બંધાતાં રહે છે.
નોંધ : આઠે કર્મો જેમ દ્રવ્યની અપેક્ષાએ અનંતસંખ્યામાં છે તેમ ક્ષેત્રથી છએ દિશામાં વહેંચાયેલા છે.
૧૯-૨૦. તે આઠ કર્મો પૈકી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મોની ઓછામાં ઓછી સ્થિતિ અંતમુહૂર્ત અને વધારેમાં વધારે તેત્રીસ ક્રોડા ક્રોડી સાગરોપમ હોય છે.