________________
કર્મપ્રકૃતિ
૨ ૨૭ ૩. અને ૬. નામકર્મ, ૭. ગોત્રકર્મ તથા ૮, અંતરાય કર્મ એ પ્રમાણે આ આઠ કર્મો સંક્ષેપથી કહ્યાં છે.
૪. ૧. મતિજ્ઞાનાવરણીય, ૨. શ્રુતજ્ઞાનાવરણીય, ૩. અવધિજ્ઞાનાવરણીય, ૪. મન:પર્યાય જ્ઞાનાવરણીય અને ૫. કેવળ જ્ઞાનાવરણીય, એમ જ્ઞાનાવરણીયના પાંચ પ્રકારો છે. - પ. ૧. નિંદ્રા, ૨. નિદ્રા નિદ્રા (ગાઢનિંદ્રા), ૩. પ્રચલા (ઊઠતાં બેસતાં ઊંધવું તે), ૪. પ્રચલા પ્રચલા (ચાલતાં નિંદ્રા લેવી તે) અને પ. થિણદિ નિંદ્રા (જ નિંદ્રામાં પુષ્કળ બળ પ્રગટે છે જાગ્રત અવસ્થામાં ચિંતવેલું કે બીજું કાંઈપણ અસાધારણ કામ કરી સૂઈ જવાના આમાં દષ્ટાંત મળે છે.)
૬. ૬. ચક્ષુ દર્શનાવરણીય; ૭. અચક્ષુદર્શનાવરણીય, ૮. અવધિ દર્શનાવરણીય અને ૯. કેવળ દર્શનાવરણીય. એ પ્રમાણે નવ પ્રકારનું દર્શનાવરણીય કર્મ જાણવું.
૭. (૧) સાતા વેદનીય (જે ભોગવતાં સુખ ઉત્પન્ન થાય) અને (૨) અસાતા વેદનીય, એ પ્રમાણે વેદનીય કર્મના મૂળ બે પ્રકાર છે અને તે બંનેના પૃથક પૃથકુ ઘણા ભેદો છે.
નોંધ : કર્મપ્રકૃતિનો વિસ્તાર ખૂબ જ વિશાળ છે. વધારે સમજવા માટે કર્મપ્રવૃતિ, કર્મગ્રંથ ઇત્યાદિ ગ્રંથોમાં જોઈ લેવું.
૮. દર્શનાવરણીય અને ચારિત્રાવરણીય એમ મોહનીયકર્મ પણ બે પ્રકારનું છે અને દર્શનાવરણીયના ત્રણ અને ચારિત્રાવરણીયના બે ભેદો છે.
૯. સમ્યફ, મોહનીય, મિથ્યાત્વમોહનીય અને સમ્યક્ મિથ્યાત્વ મોહનીય (મિશ્રમોહનીય). આ ત્રણે દર્શનમોહનીયની પ્રકૃતિઓ છે.
૧૦. ચારિત્ર મોહનીય કર્મ બે પ્રકારનું કહ્યું છે. (૧) કષાય મોહનીય અને (૨) નોકષાય મોહનીય.
નોંધ : ક્રોધાદિ કષાયજન્ય કર્મ કષાય મોહનીય કર્મ કહેવાય છે અને નોકષાયજન્ય કર્મ નોકષાય મોહનીય કર્મ કહેવાય છે.
૧૧. કપાયથી ઉત્પન્ન થયેલાં કર્મોનાં સોળ ભેદો છે અને નોકષાયના સાત અથવા નવ ભેદો છે.
નોંધ : (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને લોભ. એ પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને સંજ્વલન એવા ચાર ચાર પેટા ભેદો છે.