________________
૨ ૨૬
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : તેત્રીસમું
કર્મપ્રકૃતિ
કર્મ એ આખા જગતનો અચળ કાયદો છે. આ કાયદાને વશ આખું જગત પ્રવર્તી રહ્યું છે. આ કાયદો જુગજુગ જૂનો છે. તેનાં પરિવર્તન થતાં જ નથી. ગમે તેવું સમર્થ બળ ભલેને હો ! પરંતુ તેના પર તેનું ચાલી શકતું નથી.
અનેક સમર્થ શૂરવીરો, યોગીપુરુષો અને ચક્રવર્તીઓ થઈ ગયા પણ તે કાયદાને વશ તો તેમને રહેવું જ પડ્યું. અનેક દેવો, દાનવો, રાક્ષસો વગેરે પાક્યા. પણ અહીં તો તેને મસ્તક નમાવવું જ પડ્યું.
આ કર્મની રચના ગંભીર છે. કર્મને આધીન થયેલું ચૈતન્ય પોતાનું સ્વરૂપ સાથે હોવા છતાં તેને ભૂલી જાય છે. જડની ઘર્ષણની વિવિધ સુખદુઃખના અનુભવ કરે છે અને તન્મય બની જઈ અનેક ગતિઓમાં જડની સાથે ને સાથે પરિભ્રમણ કરે છે.
કર્મ એક છતાં ભિન્ન ભિન્ન પરિણામોની અપેક્ષાઓ તેના આઠ વર્ગ છે. સૌથી પ્રબળ સત્તા, પ્રબળ સામર્થ્ય, પ્રબળ કાળસ્થિતિ અને પ્રબળ રસસંવેદન કેવળ મોહનીય કર્મનાં મનાય છે. મોહનીય એટલે ચૈતન્યની ભ્રાંતિથી ઉત્પન્ન થયેલું કર્મ. આઠ કર્મોનો સર્વોપરિ નરપતિ છે. આ નૃપતિને જીત્યા પછી બીજા સામંતો વશ થઈ શકે છે.
આ બધાં કર્મોનાં પુદ્ગલ પરિણામ, તેની કાળસ્થિતિ તેને અંગે ચૈતન્યનાં થતાં પરિવર્તન, કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે શત્રુઓના પ્રચંડ પ્રકોપ વગેરે અધિકારો આ અધ્યયનમાં સંક્ષેપથી છતાં બહુસ્પર્શી વર્ણવ્યા છે. આવા ચિંતનથી જીવન પર થતી કર્મની અસરથી ઘણે અંશે છૂટી જવાનું બની શકે છે.
ભગવાન બોલ્યા : ૧. જેનાથી બંધાયેલો આ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે તે આઠ કર્મોને હું ક્રમપૂર્વક કહું છું.
૨. ૧, જ્ઞાનાવરણીય, ર. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મોહનીય, તેમજ પ. આયુષ્યકર્મ