________________
૨૨૫
પ્રમાદસ્થાન
૧૧૧. અનાદિ કાળથી જીવાત્માની સાથે જડાયેલા દુઃખનો સર્વથા વિમુક્તિ માર્ગ ભગવાને આ પ્રમાણે કહ્યો છે. ઘણા જીવો ક્રમપૂર્વક આ માર્ગને પામીને અત્યંત સુખી થાય છે.
નોંધ : શબ્દ, રૂ૫, ગંધ, રસ અને સ્પર્શ આ પાંચ વિષયો કહેવાય છે. તે બધા પોતપોતાને અનુકૂળ ઇન્દ્રિયોને ઉત્તેજિત કરવાનું આબાદ કામ કરે છે. માત્ર નિમિત્ત મળવું જોઈએ. વળી બધા વિષયોનો પારસ્પરિક સંબંધ પણ રહ્યો હોય છે. જેમ કે જીભનો કાબૂ ગુમાવે તે બીજી ઇન્દ્રિયોને વશ ન રાખી શકે. માટે એકપણ ઈદ્રિયને તે માર્ગે છૂટી મૂકવી એ દેખીતી સામાન્ય ભૂલ હોવા છતાં મહાનમાં મહાન અનર્થનું કારણ છે, અને તેનું પરિણામ એક નહિ પણ અનેક ભવો સુધી ભોગવવું પડે છે. માટે શાણા સાધકે દાન્ત, શાન્ત અને અડગ રહેવું.
એમ કહું છું : એ પ્રમાણે પ્રમાદિસ્થાન સંબંધી બત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.