________________
૨ ૨૪
ઉત્તરાધ્યયન સૂત્ર અને (૧૪) ભિન્ન ભિન્ન પ્રકારના ખેદ વગેરે ભાવો. (તેવા આસક્ત જીવોને ઉત્પન્ન થાય છે). - ૧૦૩. એ પ્રમાણે કામભોગમાં આસક્ત રહેલો જીવ એવા અનેક પ્રકારના દુર્ગતિદાયક દોષો એકઠા કરી લજ્જિત બનેલો અને સર્વ સ્થાનમાં અપ્રીતિકર એવો કરુણતાથી દીન બનેલો તે જીવાત્મા બીજા ઘણા વિશેષ દિષોને પણ પ્રાપ્ત કરે છે.
૧૦૪. આવી રીતે ઇંદ્રિયના વિષયરૂપ ચારેને વશ થયેલો ભિક્ષુ પણ પોતાની સેવા કરાવવા માટે સાથીદાર (શિષ્યાદિ)ને ઇચ્છે પણ ભિક્ષુના આચારને પાળવા ઇચ્છતો નથી. એ સંયમી થવા છતાં તપના પ્રભાવને ન ઓળખતાં પશ્ચાત્તાપ (અરે આ શા માટે મેં ત્યાગ કર્યો ? એમ) કરે છે. એ પ્રકારે અસંખ્ય વિકારો (દોષો)ને ઉત્પન્ન કરે છે.
૧૦૫. ત્યારબાદ આવા વિકારોથી મોહરૂપી મહાસંસારમાં ડૂબવાને માટે ભિન્ન ભિન્ન પ્રકારનાં તેવાં નિમિત્ત મળે છે. અને અકાર્ય કરે છે તેથી ઉત્પન્ન થતું દુઃખ નિવારવા માટે સુખની ઇચ્છા રાખનાર તે આસક્ત જીવાત્મા હિંસાદિ કાર્યમાં પણ ઉદ્યમી થાય છે.
૧૦૬. પરંતુ જે વિષયોથી વિરક્ત છે તેને ઇન્દ્રિયોના તે પ્રકારના શબ્દાદિ વિષયો મનોજ્ઞતા કે અમનોજ્ઞતા ઉત્પન્ન કરી શકતા નથી. (રાગદ્વેષ ઉપજાવી શકતા નથી.)
૧૦૭. એવી રીતે સંયમના અનુષ્ઠાનો વડે સંકલ્પ વિકલ્પોમાં સમતાને પામેલા તે વિરાગીની શબ્દાદિ વિષયોના અસંકલ્પથી (દુષ્ટ ચિંતન ન કરવાથી) કામભોગ સંબંધી તૃષ્ણા સાવ ક્ષીણ થાય છે.
૧૦૮. કૃતકૃત્ય તે વીતરાગી જીવ જ્ઞાનાવરણીય કર્મ એક ક્ષણમાં ખપાવે છે અને તે જ પ્રમાણે દર્શનાવરણીય અને અંતરાય કર્મનો પણ નાશ કરે છે.
૧૦૯ અમોહી અને નિરતરાયી (અંતરાય કર્મ રહિત) તે યોગીશ્વર જગતના સર્વ પદાર્થોને સંપૂર્ણ જાણે અને અનુભવે છે અને પાપનો પ્રવાહ રોકી શુકલધ્યાનની સમાધિ યુક્ત થઈ સાવ શુદ્ધ થયેલો તે જીવાત્મા આયુષ્યના ક્ષયે મોક્ષ પામે છે.
૧૧). જે દુ:ખ સંસારી જીવ માત્રને સતત પીડી રહ્યું છે તે સર્વ દુઃખથી અને સંસાર રૂપ દીર્ધ રોગથી સાવ મુક્ત થાય છે. એવી રીતે તે પ્રશસ્ત જીવ પોતાના લક્ષ્યને પામી અનંત સુખ મેળવે છે.