________________
પ્રમાદસ્થાન
૨૨૩ ૯૪. જ્યારે ભાવને ભોગવવા છતાં અસંતુષ્ટ રહે છે ત્યારે તેના પરિગ્રહમાં આસક્તિ વધે છે અને અતિ આસક્ત રહેલો તે જીવ કદી સંતોષ પામતો નથી અને અસંતોષના દોષથી લોભ વડે ખેંચાયેલો તેમજ દુઃખી તે જીવાત્મા બીજાનું નહિ દીધેલું પણ ચોરી લે છે.
૯૫. આ પ્રમાણે અદત્તનું ગ્રહણ કરનાર, તૃષ્ણાથી પરાભવ પામેલો અને ભાવને ભોગવવા તથા મેળવવામાં અસંતુષ્ટ પ્રાણી લોભના દોષથી કપટ એ અસત્યાદિ દોષોને વધારે છે અને તેથી તે જીવ દુઃખથી મુકાતો નથી.
૯૬. મૃષા વાક્યને બોલવા પહેલાં અને ત્યાર પછી કે મૃષા પ્રયોગ કરતી વખતે દુષ્ટ અંત:કરણવાળો તે દુઃખી જીવાત્મા એ પ્રમાણે અદત્ત વસ્તુઓને ગ્રહણ કરતો તથા ભાવમાં અતૃપ્ત રહેતો અતિ દુઃખી અને અસહાયી બને છે.
૯૭. એ પ્રકારે ભાવમાં અનુરક્ત રહેલા જીવને થોડું પણ સુખ ક્યાંથી મળે ? જે ભાવના પદાર્થો પ્રાપ્ત કરતાં કષ્ટ વેઠેલ તે ભાવના ઉપયોગમાં પણ અત્યંત કલેશ અને દુ:ખ પામે છે.
૯૮. એ પ્રમાણે અમનોજ્ઞ ભાવમાં વૈષ પામેલો તે જીવ દુઃખના સમૂહની પરંપરા ઉત્પન્ન કરે છે અને દ્વેષ ભરેલા ચિત્તથી જે કર્મો એકઠાં કરે છે તે કર્મો પરિણામે તેને દુઃખકર નીવડે છે. - ૯૯. પરંતુ જે મનુષ્ય ભાવમાં વિરક્ત રહી શકે છે તે શોકથી રહિત થાય છે અને કમળપત્ર જેમ જળથી લેવાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં તે જીવ ઉપરના દુ:ખ સમૂહથી લપાતો નથી.
૧૦). એ પ્રમાણે ઇંદ્રિયો અને મનના વિષયો આસક્તિવાળા જીવને એકાંત દુ:ખના નિમિત્તરૂપ બને છે. તે જ વિષયો વીતરાગી પુરુષને કદાપિ થોડું પણ દુઃખ આપી શકતા નથી.
૧૦૧. કામભોગના પદાર્થો પોતે તો સમતા કે વિકાર કશું ઉપજાવતા નથી, પણ રાગ અને દ્વેષથી ભરેલો જીવાત્મા જ તેમાં આસક્ત બની મોહથી તે વિષયમાં વિકારને પામે છે.
૧૦૨ (મોહનીય કર્મથી જે ચાંદ ભાવ ઉત્પન્ન થાય છે તે કહે છે.) (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા, (૮) લોભ, (૫) જુગુપ્સા, (૨) અરતિ (અસ્નેહ), (૭) રતિ, (૮) હાસ્ય, (૯) ભય, (૧૦) શાક, (૧૧) પુરુષવૃંદનો ઉદય, (૧૨) સ્ત્રી વેદનો ઉદય, (૧૩) નપુંસક વેદના ઉદય