________________
પ્રમાદસ્થાન
૨ ૨૧ ૭૫. કાયા એ સ્પર્શની ગ્રાહક છે. અને સ્પર્શ એ તેનો ગ્રાહ્ય વિષય છે. મનોજ્ઞ સ્પર્શ રાગના હેતુભૂત છે અને અમનોજ્ઞ સ્પર્શદ્વષના હેતુભૂત છે, એમ મહાપુરુષો કહે છે.
૭૬. જે જીવ સ્પર્શોમાં તીવ્ર આસક્તિ રાખે છે તે જીવો જંગલમાં આવેલા ઠંડા જળમાં પડેલા અને ગ્રાહથી પકડાયેલા રાગાતુર પાડાની માફક અકાળ મૃત્યુ પામે છે.
૭૭. વળી જે અમનોજ્ઞ સ્પર્શમાં તીવ્ર દ્વેષ રાખે છે તે તે જ ક્ષણે દુ:ખ પામે છે. આવી રીતે પોતાના જ દુર્દમ્ય દોષથી જીવ દુઃખી થાય છે. તેમાં સ્પર્શ જરા પણ અપરાધી નથી.
૭૮. સુંદર સ્પર્શમાં એકાંત રક્ત રહેલો જીવ અમનોજ્ઞ સ્પર્શ પર દ્વેષ કરે છે અને આખરે તે અજ્ઞાની દુઃખથી ખૂબ પીડાય છે. પણ આવા દોષથી વિરાગમુનિ લપાતો નથી.
૭૯. અત્યંત સ્વાર્થી બનેલો બાલ અને મલિન જીવાત્મા સ્પર્શની આસક્તિને અનુસરીને અનેક પ્રકારના ચરાચર જીવોની હિંસા કરે છે અને ભિન્ન ભિન્ન ઉપાયોથી તેને પરિતાપ અને પીડા ઉપજાવે છે.
૮૦. છતાં સ્પર્શની આસક્તિથી તથા મૂછથી મનોજ્ઞ સ્પર્શને મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં, તેના વિયોગમાં કે તેના નાશમાં તે જીવને સુખ ક્યાં મળે છે ? તેનો ઉપભોગ કરતી વખતે પણ તે અતૃપ્ત જ હોય છે.
૮૧. જ્યારે સ્પર્શને ભોગવવા છતાં અસંતુષ્ટ રહે છે ત્યારે તેના પરિગ્રહમાં આસક્તિ વધે છે અને અતિ આસક્ત રહેલો તે જીવ કદી સંતોષ પામતો નથી, અને અસંતોષના દોષથી લોભાકૃષ્ટ તેમ જ દુ:ખી જીવાત્મા તે બીજાનું નહિ દીધેલું પણ ચોરી લે છે.
૮૨. આ પ્રમાણે અદત્તનું ગ્રહણ કરનાર (ચોર), તૃષ્ણાથી પરાભવ પામેલો અને સ્પર્શ ભોગવવા તથા મેળવવામાં અસંતુષ્ટ પ્રાણી લોભના દોષથી કપટ તથા અસત્યાદિ દોષોને વધારે છે અને તેથી તે જીવ દુઃખથી મુકાતો નથી.
૮૩. મૃષા વાક્ય બોલવા પહેલાં અને ત્યાર પછી કે પ્રયોગ કરતી વખત દુષ્ટ અંતઃકરણવાળો તે દુ:ખી જીવાત્મા એ પ્રમાણે અદત્ત વસ્તુઓન ગ્રહણ કરતો અને સ્પર્શમાં અતૃપ્ત રહેતો તે અતિ દુ:ખી અને અસહાયી. બને છે.