________________
૨૧૬
ઉત્તરાધ્યયન સૂત્ર કે વિયોગમાં જીવ સુખી ક્યાંથી થાય ? ભોગ ભોગવતી વખતે પણ તેને તૃપ્તિ હોતી નથી.
ર૯. મનોજ્ઞ રૂપના પરિગ્રહમાં આસક્ત થયેલો જીવ જ્યારે તેમાં અતૃપ્ત થાય છે ત્યારે આસક્તિ વધે છે ને સંતોષ મેળવી શકતો નથી. ત્યારે અસંતોષના દોષ વડે દુઃખી થયેલો તે અત્યંત લોભ વડે મલિન થઈને અન્યનું નહિ દીધેલું પણ ગ્રહણ કરવા માંડે છે.
૩૦. તૃષ્ણાથી પરાભવ પામેલો પ્રાણી અદત્તને લેવા છતાં તે પરિગ્રહમાં તથા રૂપમાં અતૃપ્ત જ રહે છે. અદત્તને હરણ કરનારો તે લોભમાં આકર્ષાઈ માયા અને અસત્ય ઇત્યાદિ દોષોને વધારી મૂકે છે છતાં તે દુ:ખથી છૂટી શકતો નથી.
૩૧. જૂઠું બોલવા પહેલાં પછી અને પ્રયોગકાળમાં પણ દુષ્ટ હૃદયવાળો તે જીવ દુઃખી થાય છે. તેમજ રૂપમાં અતૃપ્ત રહેલો અને અણદીધેલું ગ્રહણ કરનાર હંમેશાં અસહાયી અને દુઃખ પીડિત રહે છે.
૩૨. એવી રીતે રૂપમાં અનુરક્ત રહેલા જીવને કિંચિત્ પણ સુખ ક્યાંથી સંભવે ? જે વસ્તુ મેળવવા માટે તેણે અપાર કષ્ટ વેઠેલું તે રૂપના ઉપભોગમાં પણ અત્યંત કલેશ અને દુ:ખ પામે છે.
૩૩. એ જ પ્રકારે અમનોજ્ઞ રૂપમાં દ્વેષ કરનારા જીવ દુઃખોની પરંપરાઓ ઉત્પન્ન કરે છે. અને દુષ્ટ ચિત્તથી જે કર્મ એકઠું કરે છે તેનું પરિણામ આ લોક અને પરલોકમાં દુ:ખના જ કારણરૂપ થાય છે.
૩૪. પરંતુ રૂપમાં વિરક્ત થયેલો મનુષ્ય શોક રહિત બને છે, અને જેમ જળમાં ઊગેલું કમળપત્ર જળથી લેવાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં ઉપરના દુઃખસમૂહની પરંપરાથી તે લપાતો નથી,
૩૫. શબ્દ એ શ્રોતેંદ્રિયનો વિષય છે. મનોજ્ઞ શબ્દ રાગનો હેતુ અને અમનોજ્ઞ શબ્દ નો હેતુ છે. જે જીવાત્મા તે બંનેમાં સમભાવ રાખી શકે છે તે જ વીતરાગી છે એમ મહાપુરુષો કહે છે. - ૩૬. કાન શબ્દનો ગ્રાહક અને કાનનો વિષય શબ્દ એમ મહાપુરુષો કહે છે. અમનોજ્ઞ શબ્દ વૈષનો હેતુ અને મનોશ રાગનો હેતુ છે.
૩૭. જે શબ્દોમાં તીવ્ર આસક્તિ રાખે છે તે સંગીતના રાગમાં આસક્ત થયેલા મૃગલાની માફક મુગ્ધ થઈને શબ્દમાં અતૃપ્ત રહી અકાળ મૃત્યુ પામે છે.