________________
પ્રમાદસ્થાન
૨ ૧૭
- ૩૮. વળી જે અમનોજ્ઞ શબ્દમાં તીવ્ર ઠંષ રાખે છે તે જ ક્ષણે તે દુઃખ પામે છે. આવી રીતે જીવ પોતાના જ દુર્દમ્ય દોષથી દુઃખી થાય છે તેમાં શબ્દનો જરા પણ દોષ નથી.
૩૯. સુંદર શબ્દમાં એકાંત રક્ત રહેલો તે અમનોજ્ઞ શબ્દરૂપ દ્વેષ રાખે છે અને આખરે તે અજ્ઞાની દુઃખથી ખૂપ પીડાય છે. આવા દોષથી વિરાગી મુનિ લપાતો નથી.
૪૦. અત્યંત સ્વાર્થી, મલિન અને અજ્ઞાની જીવ શબ્દની આસક્તિને અનુસરીને અનેક પ્રકારના ચરાચર જીવોની હિંસા કરે છે, ભિન્ન ભિન્ન ઉપયોગી પરિતાપ અને પીડા ઉપજાવે છે.
૪૧. મધુર શબ્દની આસક્તિથી મૂછિત થયેલો જીવ મનોજ્ઞ શબ્દને મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં, તેના વિયોગમાં કે તેના નાશમાં તે જીવને સુખ ક્યાં મળે છે ? તેને ભોગવતી વખતે પણ તે તૃપ્ત થતો
નથી.
૪૨. જ્યારે તે શબ્દ ભોગવવામાં અસંતુષ્ટ જીવને મૂછને લીધે તે ઉપર આસક્તિ વધી જાય છે ત્યારે આસક્ત રહેલો તે જીવ કદી સંતોષ પામતો નથી અને અસંતોષના દોષથી લોભાકૃષ્ટ થઈ બીજાનું નહિ દીધેલું પણ ચોરી લે છે. (બીજાના ભોગોમાં ભાગ પડાવે છે.)
૪૩. તૃષ્ણાથી પરાભવ પામેલો જીવ છતાં અદત્તનું ગ્રહણ કરે છે, શબ્દને ભોગવવા તથા મેળવવામાં હંમેશાં અસંતુષ્ટ રહે છે અને લોભના દોષથી કપટ અને અસત્યાદિ દોષો વધે છે, અને તેથી તે જીવ દુઃખથી મુકાતો નથી.
૪૪. જૂઠું બોલવા પહેલાં, બોલવા પછી કે જૂઠું બોલતી વખતે પણ તે અસત્ય વદનાર દુ:ખી જીવાત્મા એ પ્રકારે અદત્ત વસ્તુઓને ગ્રહણ કરતો અને શબ્દમાં અતૃપ્ત રહેતો તે અતિ દુઃખી અને અસહાયી બને છે.
૪૫. એવા શબ્દમાં અનુરક્ત રહેલા જીવને થોડું પણ સુખ ક્યાંથી મળે ? શબ્દના ઉપભોગમાં પણ અત્યંત કલેશ અને દુઃખ પામે છે, તો મેળવવા માટે તો દુઃખની વાત જ શી ?
૪૬. એ જ પ્રકારે અમનોજ્ઞ શબ્દમાં દ્વેષ કરનારો તે જીવ દુઃખોની પરંપરાઓને ઉત્પન્ન કરે છે, અને દુષ્ટ ચિત્તથી તે કર્મોને એકઠાં કરે છે, અને તે કર્મો પરિણામે દુઃખકર નીવડે છે.