________________
પ્રમાદસ્થાન
૨૧૫
૧૯. દેવલોક સુધીના સમગ્ર લોકમાં જે કાંઈ શારીરિક અને માનસિક દુ:ખ છે તે બધું ખરેખર કામભોગોની આસક્તિથી જ ઉત્પન્ન થયેલું છે. તેથી નિરાસક્ત પુરુષ જ તે દુઃખનો અંત પામી શકે છે.
૨૦. જેમ સ્વાદથી અને વર્ણથી કિંપાક વૃક્ષનાં ફળો ભોગવતાં તે સુંદર લાગે છે. પરંતુ (ખાધા પછી) થોડા જ વખતમાં તે જિંદગીનો અંત આણે છે. તે જ ઉપમા કામભોગોના પરિણામની સમજવી.
૨૧. સમાધિનો ઇચ્છુક અને તપસ્વી સાધુ ઇંદ્રિયોના મનોજ્ઞ વિષયોમાં મનને પ્રવર્તાવે નહિ કે તેના પર રાગ ન કરે અને અમનોજ્ઞ વિષયો પર દ્વેષ પણ ન કરે.
૨૨. ચક્ષુઇંદ્રિયથી ગ્રાહ્ય રૂપ છે. જે મનોજ્ઞ રૂપ છે તે રાગનું નિમિત્ત અને અમનોજ્ઞરૂપ દ્વેષનું નિમિત્ત બને છે. તે બંનેમાં જે સમભાવી રહે છે તેને મહાપુરુષો વીતરાગ (રાગદ્વેષ રહિત) કહે છે.
૨૩. ચક્ષુ એ રૂપનું ગ્રહણ કરનાર છે. અને રૂપ એ ચક્ષુનો ગ્રાહ્ય વિષય છે. તેથી મનગમતું રૂપ એ રાગનો હેતુ છે. તેમજ અમનોજ્ઞ રૂપ તે દ્વેષનો હેતુ છે તેમ મહાપુરુષો કહે છે.
૨૪. જેમ દૃષ્ટિનો લોલુપી પતંગિયો રૂપના રાગમાં આતુર થઈને આકસ્મિક મૃત્યુ પામે છે તે જ પ્રકારે રૂપોમાં જે તીવ્ર આસક્તિ રાખે છે તે અકાલિક મૃત્યુને પામે છે.
૨૫. જે જીવ અમનોજ્ઞ રૂપ જોઈને તીવ્ર દ્વેષ કરે છે તે જીવ તે જ વખતે દુઃખને અનુભવે છે. અર્થાત્ કે જીવ પોતે પોતાના દુર્રાન્ત દોષથી દુઃખ પામે છે. તેમાં રૂપનો કશોય દોષ નથી.
૨૬. જે મનોહર રૂપમાં એકાંત રક્ત છે તે જીવ અમનોહર રૂપ ઉપર દ્વેષ કરે છે અને તેથી તે અજ્ઞાની પછી ખૂબ દુ:ખથી પીડાય છે. આવું જાણીને વિરાગી મુનિ તેવા દોષથી ન લેપાય.
૨૭. રૂપની આસક્તિને પામેલો જીવ ત્રસ અને સ્થાવર એવા અનેક જીવોની હિંસા કરે છે, તે અજ્ઞાની ભિન્ન ભિન્ન ઉપાયોથી પરિતાપ આપે છે અને પોતાના જ સ્વાયમાં રક્ત રહી તે કુટિલ અનેક જીવોને પીડા પણ ઉપજાવે છે.
૨૮. રૂપની આસક્તિથી કે તેને ગ્રહો મૂડ થી, તે રૂપવાળા પદાર્થને ઉત્પન્ન કરવાના પ્રયત્નમાં, તેની પ્રાાંતમાં, 'ના રક્ષણમાં, વ્યયમાં