________________
૨ ૧૪
ઉત્તરાધ્યયન સૂત્ર ૧૧. જેમ ઘણાં કાષ્ઠોથી ભરેલા વનમાં પવનના ઝપાટા સાથે ઉત્પન્ન થયેલો દાવાગ્નિ બુઝાતો નથી તેમ વિવિધ જાતના રસવાળા આહાર ભોગવનાર બ્રહ્મચારીને ઇંદ્રિયરૂપ અગ્નિ શાંત થતો નથી. અર્થાત્ કે રસ સેવન કોઈ પણ મનુષ્યને હિતકારી નથી.
૧૨. જેમ ઉત્તમ ઔષધોથી રોગ પરાજય પામે છે તેમ દમિતેન્દ્રિય, એકાંત, શયન, આસન, ઇત્યાદિને ભોગવનાર તેમ જ અલ્પાહારી મુનિના ચિત્તને રાગરૂપ શત્રુઓ પરાભવ કરી શકતા નથી (અર્થાતુ કે આસક્તિ તેના ચિત્તને ખળભળાવી શકતી નથી).
૧૩. જેમ બિલાડાના સ્થાનની પાસે ઊંદરોનું રહેવું પ્રશસ્ત ઉચિત નથી તેમ સ્ત્રીઓના સ્થાન પાસે બ્રહ્મચારી પુરુષનો નિવાસ પણ યોગ્ય નથી. અર્થાત જોખમ ભરેલો છે.
નોંધ : બ્રહ્મચારીને જેમ સ્વાદેન્દ્રિયનો સંયમ અને સ્ત્રીસંગ ત્યાગ આવશ્યક છે તે જ પ્રકારે બ્રહ્મચારિણીનું સમજવું.
૧૪. શ્રમણ અને તપસ્વી સાધકે સ્ત્રીઓનાં રૂપ, લાવણ્ય, વિલાસ, હાસ્ય, મંજુલ વચન, અંગોપાંગનો મરોડ, કટાક્ષ વગેરે જોઈને પોતાના ચિત્તને વિશે તેનું સ્થાપન કરવું નહિ કે ઇરાદાપૂર્વક તે બધું જોવાનો વ્યવસાય કરવો નહિ,
૧૫. ઉત્તમ પ્રકારના બ્રહ્મચર્યવ્રતમાં રક્ત રહેલા અને ધ્યાનના અનુરાગી સાધકોને માટે સ્ત્રીઓનાં દર્શન, તેની વાંચ્છા, તેનું ચિંતન કે તેનાં ગુણકીર્તન કરવા નહિ તેમાં જ તેનું હિત રહેલ છે.
૧૬. મન, વચન અને કાયા એ ત્રણેનો સંયમ રાખનાર સમર્થ યોગીશ્વરો કે જેને ડગાવવા દિવ્ય ક્રાંતિવાળી દેવાંગનાઓ પણ સમર્થ થઈ શકતી નથી તેવા મુનિઓનો પણ સ્ત્રી વગેરેથી રહિત એકાંતવાસ, એકાંત હિતકારી છે એમ જાણીને મુમુક્ષુએ એકાંતવાસ સેવવો.
૧૭. મોક્ષની આકાંક્ષાવાળા, સંસારના ભીરુ અને ધર્મમાં સ્થિર થયેલા સમર્થ પુરુષને પણ અજ્ઞાની પુરુષોનું મનહરણ કરનાર સ્ત્રીઓનો ત્યાગ જેટલો કઠણ છે તેવું આખા લોકને વિરમનારને કાંઈ પણ કઠણ નથી.
૧૮. જેમ મોટા સાગરને તર્યા પછી ગંગા જેવી મોટી નદી પણ તરવામાં સુલભ છે તેમ સ્ત્રીઓની આસક્તિ છોડ્યા પછી બીજી બધી (ધનાદિ) આસક્તિઓ છોડવી સુલભ થાય છે.