________________
પ્રમાદસ્થાન
૨૧૩ ૪. વળી સમાધિની ઇચ્છાવાળા તપસ્વી સાધુએ પરિમિત અને શુદ્ધ આહાર ગ્રહણ કરવો, નિપુણાર્થ બુદ્ધિવાળા (મુમુક્ષુ) સાથીદારને શોધ અને સ્થાન પણ એકાંત (ધ્યાન ધરવા લાયક) ઇચ્છવું જોઈએ.
૫. જો ગુણથી અધિક કે ગુણથી સમાન નિપુણ સાથીદાર ન મળે તો કામ ભાગોમાં નિરાસક્ત થઈને અને પાપોને દૂર કરીને એકલા (રાગદ્વેષ ૨હિત) પણ શાંતિપૂર્વક વિચરવું.
નોંધ : સાધકને સહાયકની અપેક્ષા રહે છે. પરંતુ તેવો સહચારી જો ન મળે તો એકલું રહેવું પણ દુર્ગુણીનો સંગ ન કરવો. અહીં એક ચર્યાનું વિધાન નથી પણ ગુણીના જ સહવાસમાં રહેવું તે ભાર આપવા માટે એક શબ્દનું વિધાન છે.
૬. જેમ ઈંડામાંથી પક્ષી અને પક્ષીમાંથી ઇંડું અને એમ પરસ્પર કાર્યકારણ ભાવ છે તે જ પ્રમાણે મોહમાંથી તૃષ્ણા, અને તૃષ્ણામાંથી મોહ એમ પરસ્પર જન્યજનક ભાવ મહાપુરુષોએ કહ્યો છે.
૭. તેમ જ રાગ અને દ્વેષ એ બંને જ કર્મના બીજરૂપ છે. કર્મ એ મોહથી ઉત્પન્ન થાય છે અને કર્મ એ જન્મમરણનું મૂળ પણ છે. જન્મમરણ એ દુ:ખ ઉત્પન્ન થવાનો હેતુ છે, એ પ્રમાણે જ્ઞાની પુરુષો કહે છે.
નોંધ : દુઃખનું કારણ જન્મમરણ. જન્મમરણનું કારણ કર્મ, કર્મનું કારણ મોહ અને મોતનું કારણ રાગદ્વેષ. આ રીતે રાગદ્વેષ એ જ આખા સંસારનું મૂળ છે.
૮. દુઃખ તેનું હણાયું હોય છે કે જેને મોહ થતો નથી તેમ મોહ પણ તેનો હણાયો હોય છે કે જેનો હૃદયમાંથી તૃષ્ણાનો દાવાનળ બુઝાયો છે અને તૃષ્ણા પણ તેની હણાઈ છે કે જેને પ્રલોભનો પજવતાં નથી. અને જેનો લાભ હણાયો છે તેને કશું (આસક્તિ જેવું) હોતું નથી.
૯. માટે રાગ, દ્વેષ અને મોહ, એ ત્રણેને મૂળ સહિત ઉખેડવાની ઇચ્છાવાળા સાધકે જે જે ઉપાયો સ્વીકારવા જોઈએ તેનું ક્રમપૂર્વક હું વર્ણન
૧૦. વિવિધ જાતના રસો (રસવાળા પદાર્થ)ને કલ્યાણાર્થીઓએ ભોગવવા નહિ કારણ કે રસો ઇન્દ્રિયોને ઉત્તેજિત કરનારા નીવડે છે અને સ્વાદુ ફળવાળા વૃક્ષની ઉપર પક્ષીઓ જેમ (ઘસી આવી) પીડા ઉપજાવે છે તેમ ઇંદ્રિયોના વિષયમાં ઉન્મત્ત બનેલા મનુષ્યની ઉપર કામ ભોગો (પણ ધસી આવી) પીડા કરે છે.